21મી સદીના વિશ્વમાં હવે પરંપરાગત ઉર્જા થી લઈને ટેકનોલોજી માં આમૂલ પરિવર્તન તોળાઈ રહ્યું છે ત્યારે વાહન અને પેટ્રોલ ડીઝલ અને ગેસ ના બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો નો સમય આવવાનો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદનમાં ભારત અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારતમાં ઓટો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ના વિકાસ માટે આગામી 5 વર્ષમાં દસ હજાર કરોડ રૂ.નું રોકાણ કરવામાં આવશે
ઓટો ઇલેક્ટ્રિક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે વિશ્વમાં હવે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો યુગ આવવાનો છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલ માટે પરાવલંબન તા દૂર કરવા માટે ઉર્જા અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો નું ચલણ વધારવા માટે કમર કસી છે
વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક વાહનો નું નવું ક્ષેત્ર વિકસી રહ્યું છે ત્યારે 2020 ના આયોજનમાં ભારત 10 હજાર કરોડ રૂપિયાનાખશે ઇલેક્ટ્રીક ઓટો સેક્ટરના વિકાસ માટે ચક્રોગતિમાન કર્યા છે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી ઔદ્યોગિક નીતિ અને કંપનીઓને ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોની તયભીયિ નાખવા માટે હાથ ધરવામાં આવેલી લાલ જાજમ ના ભાગરૂપે ભારતમાં આ વ્યવસાય શરૂ કરવા માંગતી કંપનીઓને 1લી એપ્રિલથી ખાસ સવલતો આપવામાં આવશે દરેક કંપનીઓને ભારતમાં રોકાણ કરવા ઉપર 4 થી 7 ટકાનું વળતર થી લઈને વિકાસ પ્રોત્સાહક ઈનસેટ તરીકે બે ટકાના વધારાના ફાયદા થશે ભારતમાં વિશ્વની જાયન્ટ કંપનીઓ ગણાતી ફેશલાઇટ ભારતમાં પદાર્પણ કરવાની કમર કસી છે આ ઉપરાંત ફોર્ડ વોલકવા ગેન્નભારતની તાતા મોટર્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ઇલેક્ટ્રોનિક વાહનો બનાવવા માટે કરોડો ડોલર નું રોકાણ કરવા માટે તત્પર બની છે
ઉદ્યોગના માંધાતા અને ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ એ પણ પોતાનો ઉત્પાદન ઇલેક્ટ્રોનિક વાહનો ની જરૂરિયાતો પૂરી કરવા માટે આયોજન કરી રહી છે અત્યારે તમામ કંપનીઓમાં ભારત આવવાની એક હોડ જામી છેચીન અને વિયેતનામમાં આવી કંપનીઓ વધારે ખાલી છે હવે તે તમામ કંપનીઓ ભારત તરફ વળી છે અત્યારે ઓટો ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં ચીન અને વિયેતનામ ની કંપનીઓ મોટા ભાગે સ્પેરપાર્ટ નિકાસ કરે છે હવે આ ઇજારો ભારત પાસે આવે તેવું દેખાઈ રહ્યું છે વ્યાજ વ્યાજ દર અને પૂરતી વીજળી અને સુવિધાની સાથે સાથે આંતર માળખાકીય સુવિધાઓ પૂરી કરીને ભારત થાઈલેન્ડ અને વિયેટનામ ની જેમ ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે સજ્જ બન્યું છ, વ્યાજબી વ્યાજ દરથી લોનની સાથે-સાથે પૂરતું માનવબળ અને કંપની માટેની જગ્યા થી લઈને પ્રોત્સાહક યોજનાઓ ની એક આખી સંતવા ભારતમાં બનાવવામાં આવી રહી છે સરકાર ભારત 10 હજાર કરોડના રોકાણ થકી ભારતમાં ફોટો ઇલેક્ટ્રિક ઉદ્યોગના વિકાસ થકી 58 લાખ જેટલી નવી રોજગારી અને 400 કરોડ રૂપિયા ની ટેક્સની આવક ઊભી કરવાનું લક્ષ્ય કરવામાં આવ્યું છે
ભારતમાં નવી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનની પ્રોત્સાહન નીતિથી ઉદ્યોગ જગત રે ભારતનું નામ સૌથી આગળ થઈ જશે