ઈન્ડિયાને બદલીને ભારત

ઇન્ડિયા

 

               બંધારણમાં જ્યાં પણ ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં હવે તેને બદલીને ભારત કરવામાં આવશે. આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે આપણા દેશનું નામ લાંબા સમયથી ભારત રહ્યું છે, તેથી તેને ઈન્ડિયા ન કહેવું જોઈએ.

Screenshot 4 3

 

સંસદના વિશેષ સત્રની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ અટકળો વધી રહી છે . વિશેષ સત્રમાં સરકાર શું કરવા જઈ રહી છે તેની કોઈને જાણ નથી. આ દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશ તરફથી એક ટ્વિટ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે G-20 કોન્ફરન્સના સન્માનમાં આયોજિત ડિનરમાં ભારતના રાષ્ટ્રપતિને બદલે રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું છે.

 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ સમાચાર ખરેખર સાચા છે. 9 સપ્ટેમ્બરે યોજાનાર G-20 ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મોકલવામાં આવેલા આમંત્રણમાં પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યા પર  ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું છે. જો આપણે બંધારણની કલમ 1 વાંચીએ તો તેમાં લખ્યું છે કે ભારત રાજ્યોનો સમૂહ હશે. કોંગ્રેસ નેતાએ લખ્યું કે હવે રાજ્યોનો સમૂહ પણ ખતરામાં છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.