પ્રથમ ઇનિંગ્સમાં કેરેબિયન ટીમને 150 રનમાં જ સીમિત રાખી : અશ્વિન-જાડેજાનો તરખાટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમેનિકા વિન્ડર પાર્ક ખાતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝ ટીમને 150 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ક્રેગ બ્રાથવેટ અને તેગનારાયણ ચંદ્રપોલની જોડીએ મક્કમ શરૂઆત કરી હતી પરંતુ આ જોડી વધારે સમય ટકી શકી ન હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેગનારાયણને બોલ્ડ કરીને કેરેબિયન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો અને બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.
31 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવનારી યજમાન ટીમે 76 રનના સ્કોર પર તો અડધી ટીમ ગુમાવી દીધી હતી. અને અંતે 150 રન બનાવી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પોવેલિયન પરત ફરી ગઈ હતી ભારતે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં વિના વિકેટે એસીડન્ટ નોંધાવી દીધા છે જેમાં યશસ્વી જયસ્વાલ 40 રન અને હિટમેન રોહિત શર્માએ 30 રન ફટકારીયા છે ત્યારે હવે ભારતીય ટીમને લીડ મેળવવા માટે માત્ર 70 રનની જરૂર છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ બિન અનુભવી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ઉપર ભારત આવી થઈ ગયું છે અને ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયું છે.
વેસ્ટઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા એલિક એથેનોઝે 47 રન બનાવ્યા હતા. અને તે ટીમનો સર્વાધિક સ્કોર પણ બન્યો હતો. પરંતુ બેટ્સમેન એલિક અડધી સદી પણ બનાવી શક્યો ન હતો. કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20 રન અને તેજનારાયણ ચંદ્રપોલે 12 રન બનાવ્યા હતા.ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 3 સફળતા મળી. સિરાજ અને શાર્દૂલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી. અશ્વિન 700 કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો છે.
પિતા અને પુત્રને આઉટ કરનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો બોલર બનતો આર. અશ્વિન
હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યું છે. જેમાં રવિચંદ્રન અશ્વિને તેગનારાયણ ચંદ્રપોલને આઉટ કરતા જ તે ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો બોલર બની ગયો હતો કે જેને પિતા પુત્રને આઉટ કર્યા હોય. 2011માં અશ્વિને શિવનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. ભારતીય મૂળનો શિવનારાયણ ચંદ્રપોલનો પરિવાર દાયકાઓ પૂર્વે બંધુઆ મજૂર તરીકે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો અને પછીથી તે ત્યાં જ રહી ગયો હતો. શિવનારાયણ ચંદ્રપોલે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી હતી. તેની ગણના વેસ્ટ ઈન્ડિઝના જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે.
શિવનારાયણ ચંદ્રપોલે ભારત સામે 25 ટેસ્ટમાં 63.85ની એવરેજથી 2171 રન નોંધાવ્યા હતા જેમાં સાત સદીનો સમાવેશ થાય છે. હવે તેના પુત્ર તેગનારાયણે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણી પ્રતિભા બતાવી છે. સાતમી ટેસ્ટ રમી રહેલા તેગનારાયણે બેવડી સદી પણ ફટકારી છે. તેણે 11 ઈનિંગ્સમાં 453 રન નોંધાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 207 રન છે. ભારત સામે આ તેની પ્રથમ મેચ છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, પાકિસ્તાનના વસીમ અકરમ, સિમોન હાર્મર અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્કનો પણ સમાવેશ થાય છે.