સૌથી ઓછા ચાલનારા દેશોમાં ભારત સહિત ઈન્ડોનેશિયા અને અમેરિકા !!
ચાલવુ પસંદ કરશે કે ચલાવવું ? આ પ્રકારની પસંદગી આપવામાં આવતા ભારતીયો દ્વારા કારની જ પસંદ કરવામાં આવે છે. પછી તે દુર હોય કે નજીક. સૌથી વધુ આળસુ પ્રજા કયા દેશની છે તે જાણવા આ પ્રકારના પ્રશ્ર્નો સાથે ૪૬ દેશના લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભારતે ૩૯મો નંબર પ્રાપ્ત કર્યો છે.
આ પ્રકારનો અભ્યાસ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સ્ટેપ-કાઉન્ટરને સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી તેમની ચાલવાની પ્રવૃતિ દ્વારા તેમને ટ્રેક કરવા માટે વિશ્ર્વના ૪૬ દેશોના ૭,૦૦,૦૦૦ લોકો પર હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ બાદ સૌથી વધુ આળસુ લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેને જર્નલ નેચરમાં પ્રસિદ્ધ કરાઈ હતી. ચાઈનીઝ તેમાં પણ ખાસ કરીને હોંગકોંગના લોકો ૬,૮૮૦ પગલા રોજ સરેરાશ ચાલે છે ત્યારે ભારતના લોકો ૪,૨૯૭ પગલા સરેરાશ ચાલે છે. આ સિવાય ઈન્ડોનેશિયાના લોકો સરેરાશ ૩,૫૧૩ પગલા ચાલે છે. જયારે અમેરિકન ૪,૭૭૪ પગલા ચાલે છે. જાપાનના લોકો રોજના ૬૦૦૦ પગલા રોજ ચાલવામાં આવે છે. ઓછા ચાલનારા દેશોમાં મલેશિયા, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયા આવે છે કે જયાના લોકો ૩,૯૦૦ પગલા ભરે છે.
આ સર્વેની માહિતી જણાવે છે કે ભારતીય સ્ત્રીઓ ભારતીય પુરુષો કરતા ઓછું ચાલે છે. જયારે ભારતીય સ્ત્રીઓ ૩,૬૮૪ પગલા ભરવા માટે મેનેજ કરી શકે છે. પુરુષો જયારે રોજના ૪,૬૦૬ પગલા ભરવામાં આવે છે ત્યારે અભ્યાસમાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને પર હાથ ધરાયો હોય પુરુષોમાં મેદસ્વિતા ઓછી જયારે સ્ત્રીઓમાં વધારે જણાઈ હતી. ત્યારે ચાલવાથી મેદસ્વિતાના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે.
દિલ્હીના ડાયેટિશીયન રીતીકા કામદાર રોજના ૧૦,૦૦૦ પગલા ચાલવા સુચવે છે જો સ્વસ્થ રહેવુ હોય. લોકો એવું માને છે કે અડધો કલાક સવારે ચાલવાથી તેમની કસરત પૂર્ણ થાય છે પરંતુ આપણે આખો દિવસ સક્રિય રહેવું જ‚રી છે. માટે અાપણે ભારતીય લોકો ચાઈનીઝ કરતા પણ વધારે મેદસ્વી છીએ. તેના જવાબમાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેટલું ઓછુ ચાલતો દેશ તેટલી મેદસ્વીતા વધારે.