૫ાકિસ્તાનના વારંવાર ‘યુઘ્ધ વિરામ’ના ભંગ બાદ ભરતનું ‘આક્રમક’ પગલું
પાકિસ્તાન તરફથી એલઓસી પર વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંધન કરાયા બાદ ભારતીય સેનાએ એકવાર ફરીથી આક્રમક રીતે પોતાની જવાબી કાર્યવાહી કરી છે. ર૩ ઓકટોબરે પુંછ જીલ્લા પાસેથી એલઓસી પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયા બાદ સેનાએ સર્જીકલ સ્ટ્રાઇકના અંદાજમાં જ નિયંત્રણ રેખા પાસેના પાકિસ્તાની સેનાના એક વહીવટી મથકને ઘ્વસ્ત કરી નાખ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાની આ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાને મોટું નુકશાન થયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જવાનો પર પાક. સૈન્ય દ્વારા એક હુમલો કરાયો હતો. આ હુમલાના ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. જયારે એક જવાન ઘાયલ થયો હતો.
આ કાર્યવાહી બાદથી જ નિયંત્રણ રેખા પર ભારે તણાવની સ્થિતિ હતી જે બાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓને હોટલાઇન પર ચર્ચા કરી હતી.
મહત્વનું છે કે ર૩ ઓકટોબર થયેલી આ વાતચીતના દિવસે જ પાકિસ્તાની સેનાના જવાનોએ પુંછ અને ઝલ્લાહ સેકટરના ઘણા વિસ્તારોમાં ૧ર૦ અને ૧૮ર એમએમ મોર્ટાર દ્વારા ભારે ગોળીબારી કરી હતી. આ ગોળીબારીના જવાબમાં જ ભારતીય સેનાએ પોતાની કાર્યવાહી કરતા નિયંત્રણ રેખા પાસે રહેલી પાકિસ્તાનની સેનાના વહીવટી મથકને નષ્ટ કરી નાખ્યું. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકશાન થયું સેનાના આ ઓપરેશન બાદ તેની સેટેલાઇટ તસ્વીરો પણ વાઇરલ થઇ.
મહત્વનું છે કે આ અગાઉ પણ નિયંત્રણ રેખા અને સીમા પર પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી હતી. આ પહેલા મે મહિનામાં પણ પાક. દ્વારા નૌશેરા સેકટરના વિસ્તારોમાં ગોળીબાર કરાયો હતો. જે બાદ ૧૯મે એ બીએસએફ ના જવાનોએ એક પાક. ના બંકરનીસ મિસાઇલ અટેકમાં ઉડાવી દીધું હતુઁ.
ઉલ્લેખની છે કે પાકિસ્તાન દ્વારા વારંવાર યુઘ્ધવિરામનું ઉલ્લંધન થાય છે અને ભારતીય સેના તેમજ માલ મિલ્કતને નુકશાન પહોચાડવામાં આવે છે ત્યારે હવે ભારત પણ આક્રમક બની તે પાક.ના નાપાક ઇરાદાને ઘ્વસ્ત કરી રહ્યું છે.