ચાઇના, ઇન્ડોનેશિયા મેલેરીયા અને થાઇલેન્ડથી થતી આયાતના કારણે સ્થાનીક ઉદ્યોગોને પડી રહી છે મુશ્કેલી
ચીત સહિત અન્ય દેશો દ્વારા જે ચીજ વસ્તુઓની આયાત થઇ રહી છે, તેના પર દેશની અવલંબન ધટાડવા માટે સરકાર અન્ય અને ઘણાં દેશો સાથે વેપાર અને કરારોની સમીક્ષા કરી રહી છે. ઘણી જરીયાતની ચીજ વસ્તુઓની જે આયાત થાય છે. તેનાથી સ્થાનીક ઉઘોગોને માઠી અસરનો સામનો કરવો પડે રહ્યો છે જેને લઇ દેશમાં મોટા ઉઘોગો જેવા કે હિન્ડાલ્કો, રવિરાજ ફોઇલ સહિત અનેક વિધ કંપનીઓએ ફરીયાદ દાખલ કરી છે. જેને ઘ્યાને લઇ કેન્દ્ર સરકારે ચાઇના, ઇન્ડોનેશીયા, મેલેશીયા અને થાઇલેન્ડથી થતી એલ્યુમીનીયમ ફોઇલની આયત ઉપર વધુ એન્ટી કમ્પીંગ ડયુટી લાદી છે. આ મુદ્દાને ઘ્યાને લઇ ડીજીટીઆર દ્વારા ભારત અને ચીન વચ્ચે એકમાત્ર જે સક્રિય વેપાર થઇ રહ્યો છે. તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા મુજબ દેશને એવી શંકા છે, કે આ દેશો સાથે જે વ્યાપારી કરારો થઇ છે તેનો કયાંકને કયાંક દૂર ઉપયોગ થઇ રહ્યો છે. ડીજીટીઆર દ્વરા ઇન્વેસ્ટીગેશનનો સમય ૧લી એપ્રિલ ૨૦૧૯ થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી નિર્ધારીત કરાયો છે.
ઉઘોગોનું માનવું છે કે, સરકાર દ્વારા જે રીતે એલ્યુમીનીયમ ફોઇલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદી છે. તેનાથી હવે એલ્યુમીનીયમ ફોઇલમાં કોઇ ગેરરીતી નહી આચરવામાં આવે, અને સ્થાનીક ઉઘોગોને પણ વિશાલ તકો મળવા પાત્ર રહેશે આ નિયમોથી દેશની આર્થિક સ્થિતિમાં પણ અનેક ગણો સુધારો જોવા મળશે.