જોહનિસબર્ગમાં બીજો ટેસ્ટ મેચ જીતી ભારતને શ્રેણી જીતવાની સુંદર તક
દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટમેચ ભારતે જીતી શ્રેણી પર પોતાનો કબજો મેળવ્યો છે. ત્યારે આજથી બીજો ટેસ્ટ મેચ જોહાનિસબર્ગ ખાતે શરૂ થવા જઇ રહ્યો છે જે માટે ભારત હોટ ફેવરીટ ટીમ તરીકે માનવામાં આવી રહી છે. જો આ ટેસ્ટ મેચ ભારત જીતી જાય તો તે શ્રેણી પણ જીતી જશે જેથી હાલની સ્થિતિએ બીજો ટેસ્ટ મેચ જીતવા માટે ભારતને સોનેરી તક મળેલી છે. પ્રથમ ટેસ્ટમાં ભારત માટે જે ડાર્ક હોર્સ ચાર્જર ઠાકોર રહ્યો હતો તે પણ કદાચ બીજા ટેસ્ટ મેચમાં યથાવત જોવા મળી શકે છે ત્યારે પ્રશ્ન એ પણ છે કે શું ભારતીય ટીમમાં કોઈ બદલાવ જોવા મળશે કે કેમ ?
હાલના તબક્કે આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડીકોકે પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધેલી છે જેની સીધી જ આશા સાઉથ આફ્રિકા ટીમ ને થશે ત્યારે ભારત કઇ રણનીતિ સાથે બીજા ટેસ્ટમાં રમવા ઊતરશે તે આવનારો સમય જણાવશે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં ભારત એક પણ વખત આફ્રિકામાં જય ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી ત્યારે પ્રથમ ટેસ્ટ જીતવાની સાથે જ ભારત મજબૂત સ્થિતિમાં આવી પહોંચ્યું છે ત્યારે બીજો ટેસ્ટ મેચ જીતી ભારત શ્રેણી અંકે કરવા માટે રમશે. એટલું જ નહીં ભારતીય ટીમમાં પૂજારા અને રહાણેને પણ વધુ એક તક આપવામાં આવશે જેથી તેઓ તેમનું પ્રદર્શન સુધારી શકે.
અર્જુન ઠાકોર ના સ્થાને કોઈ અન્ય ફાસ્ટ બોલરને રિપ્લેસ કરવામાં આવે તો પણ નવાઈ નહીં પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ જોબ ઓલરાઉન્ડર તરીકે કોઇ ખેલાડીની પસંદગી કરવા માંગતું હોય તો તેમાં શાર્દુલ ઠાકોર હોટ ફેવરિટ છે ત્યારે કદાચ એ સ્થિતિ પણ આવી શકે શાર્દુલ ને બીજો ટેસ્ટ રમાડવામાં આવે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય પાસ બોલો એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટીમને વિજય અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ત્યારે બીજા ટેસ્ટ મેચમાં પણ એ જ રીતે બોલેરો પોતાનું આધિપત્ય આપે કરશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.