ભારતમાં કુલ ૨૯૬૭ વાઘ, વિશ્ર્વના ૭૦ ટકા વનમાં વસતા વાઘ આપણાં દેશમાં છે. ૧૩ શહેરોમાં ર૦રર સુધીમાં સંખ્યા ડબલ કરાશે છેલ્લા બાર વર્ષમાં વાઘની સંખ્યા ડબલ થઇ ગઇ મઘ્યપ્રદેશ અને કર્ણાટકમાં સૌથી વધુ સંખ્યા તે ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે ગૌરવાન્વિત છે
ટાઇગર અભી જિંદા હે…. આપણે પર્યાવરણ ક્ષેત્રે મહત્વના કદમો સાથે ‘સેવ ટાઇગર’ જેવી ઝુંબેશને કારણે આપણે વાઘના સંવર્ધનમાં મહત્વની સિઘ્ધી હાંસલ કરી છે. વિશ્ર્વના ૭૦ વાઘ આપણાં દેશમાં છે. ભારતે ૨૦૧૦ માં સેન્ટ પીટસ બર્ગમાં ૨૦૨૨ સુધીમાં વાઘની સંખ્યા ડબલ કરવાનો સંકલ્પ કર્યો હતો. ૨૦૦૬માં આપણા દેશમાં ૧૪૧૧ વાઘ હતા. અને ૨૦૧૮માં ૨૯૬૭ સંખ્યા થઇ ગઇ આપણે માત્ર ૧ર વર્ષમાં આ સંવર્ધન કાર્ય સફળતાપૂર્વક પાર પાડયું છે.
આપણાં દેશમાં મઘ્યપ્રદેશમાં ૫૨૬ અને કર્ણાટકમા: ૫૨૪ની સંખ્યા સમગ્ર દેશમાં વધુ છે. ઉત્તરાખંડમાં ૪૪૨, મહારાષ્ટ્રમાં ૩૧ર, કેળ ૧૯૦, તામિલનાડુ ૨૬૪, આસામ ૧૯૦, ઉત્તર પ્રદેશમાં ૧૭૩ જેટલી વાઘની સંખ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાર જાવડેકરે ટવીટ કરીને જણાવેલ છે કે આત્મ નિર્ભર ભારતનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આપણે ૪ વર્ષ પહેલા જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
ભારતમાં વાઘની વસ્તીને કારણે આપણે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. અદ્યતન ગણતરીને કારણે વાઘને ૧ લાખ ર૧ હજાર ૩૩૭ ચોરસ કિલોમીટરમાં સર્વે કરાયો હતો. જેમાં ૨૬૭૬૦ જેટલી જગ્યાના વિવિધ લોકેશન ઉ૫ર કેમેરા મુકીને સાડા ત્રણ કરોડ ફોટો લેવાયા જે પૈકી ૭૬૬૫૧ ફોટા વાઘના અને ૫૧૭૭૭ ફોટા દિપડાના જોવા મળેલ હતા. વાઘોની ગણતરીનો વર્લ્ડ રેકોર્ડ કરીને ગિનીઝ બુકમાં નામ નોંધાયેલ છે. આ ગણતરી કેમેરા ટ્રેક સિસ્ટમથી કરવામાં આવેલ હતી. વાઘ આપણાં રાષ્ટ્રનું બહુ મૂલ્ય પ્રાણી છે.
વાઘએ બિલાડી, જંગલી બિલાડી, બીગ કેટ વિગેરેના પરિવારના કુળનું છે. ચાર મોટી બિલાડી પૈકી તે સૌથી મોટો છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાં મોટા ભાગોમા પોતાનું મુળ સ્થાન ધરાવે છે. મહત્તમ ૪ મીટર (૧૩ ફુટ) લંબાઇ અને ૩૦૦ કિલોગ્રામ વજન (૬૦૦ પાઉન્ડ) ધરાવતા વાઘની પેટા જાતોના કદને સૌથી મોટા લુપ્ત થઇ ગયેલી પ્રજાતિ સાથે સરખાવી શકાય. ભારે શકિતશાળી ઉપરાંત શરીર ઉપર ઘાટી કાળી ઉભી રેખાઓ છે. જેમાં સફેદ, લાલ રંગ, પીળા આછા રંગ ઉપર આવેલી છે. સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ છે. સામાન્ય રીતે વાઘ એકલું રહેનાર પ્રાણી છે. જેને ઘણીવાર ખોરાક માટે આસપાસની વસ્તી હોય તેવા વિસ્તારોની જરપડેછે. આધુનિકવાઘનીનવપેટાજાતમાંથીત્રણપ્રજાતિલુપ્ત થઇ ગઇ છે. બાકીની છ જાતો પણ મુશ્કેલી ભર્યા સમયમાં છે, જેમાં શિકાર અને વસ્તીને કારણે નાશ વિભાજન છે.
વાઘ તેની ઓળખ લોકપ્રિયતા આકર્ષણ ધરાવતું પ્રાણી છે. વાઘ શબ્દ ગ્રીક શબ્દ ‘ટાઇગ્રીસ’ ઉપરથી આવ્યો છે, જે કદાચ પર્શિયન સ્ત્રોત પરથી મેળવ્યો હોય અમેરિકન ઇંગ્લીશમાં આ શબ્દ ૧૬૧૧ માં આવ્યો ભૂતકાળમાં વાઘએશિયાના અનેક સ્થળોએ પથરાયેલા હતા. ર૦મી સદીમાં વાઘ જાવા અને બાલુ ટાપુમાંથી અદ્રશ્ય થઇ ગયા તેના શરીર ઉપર ૧૦૦ થી વધુ કાળા પટ્ટા હોય છે માદાની તુલનામાં વાઘનું વજન ૧.૭ ગણું વધારે હોય છે. વિશ્ર્વમાં આયલેન્ડ, ઇન્ડોનેશ્યિા કોરીયા, બાંગ્લાદેશ, નેપાળ, ઇરાન, અફઘાનિસ્તાન, ભારત-ચીન, જેવા દેશો વાઘની વસ્તી જોવા મળે છે. જે પૈકી ભારતમાં જ ૭૦ ટકા વાઘ વસ્તી છે.
વાઘનું વૈજ્ઞાનિક નામ પેંથેરા ટિગ્રિસ છે. વાઘ શબ્દ સંસ્કૃતના વ્યાધ્રના પછે. તે જંગલમાં રહેવાવાળો માંસાહારી તાકાતવર પ્રાણી છે તેનાં પૂર્વજો ચિનમાં રહેતા હોવાનું જાણવા મળે છે. તે પહેલા સાઇબેરીયામાં જોવા મળતાં, ત્યાંથી એશિયા અને મેલેશીયા આવ્યા: તેની ઉંચાઇ સિંહ જેટલી એટલે કે લગભગ ૯ ફુટ અને આગળના પગનો ઘેરાવ બે ફૂટ જેટલો જોવા મળે છે. જે ખુબજ ભયંકર પ્રહાર કરી શકે છે. ત્રણ વર્ષની ઉમરમાં તે વયસ્ક બની જાય છે, પછી ૩૦ થી વધુ વર્ષ સુધી દર બે ત્રણ વર્ષે જોડી બનાવે છે. અંદાજે ૧૧પ દિવસ ગર્ભ ધારણ કરીને માતા ૪ થી ૬ બચ્ચાને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચા અંધ હોય છે અને દોઢ કિલો વજન ધરાવે છે. દોઢ મહિનો તે સંપૂર્ણ પણે માતા ઉપર નિર્ભર રહે છે. માત્ર સાત મહિનામાં જ તે પોતે શિકાર કરવા સક્ષમ બની જાય છે. બપોરની તેને ગમતી નથી એથી તે પાણીમાં જાય છે. વાઘ ખુબ જ સાતરી શકે છે. ઠંડા સમયમાં શિકાર કરવાનું વધુ પસંદ કરે છે.
વાઘને દરરોજ ૯ કિલો માંસ ખાવા જોઇએ જેથી તે વર્ષ ભરમાં ૪પ થી પ૦ હરણનો શિકાર કરે છે. આમ તો તે જંગલમાં જ રહે છે, પણ કયારેય તરસને કારણે ત્યાંથી બહાર નીકળે નજીકની જાડીમાં છુપાઇ જાય છે. કયારેક તો ગામમાં આવીને માણસોને ઉઠાવી જાય છે સ્વભાવે તે ખૂબ જ ડરપોક હોય છે. કોઇ છંછેડે નહીં ત્યાં સુધી એટેક કરતો નથી. તેની તાકાત એટલી પાવર ફૂલ હોય છે કે ગાય બળદને મોઢામાં દબાવીને ઊંચી જાળી રહેલાયથી પાર કરી લે છે.
આપણા દેશમાં સ્વભાવ અને આહારના આધારે ત્રણ પ્રકારના વાઘ જોવા મળે છે, જેમાં લોડીયા વાઘ, ઉંટીયા વાઘ અને નરભોગી વાઘ પ્રથમ વાઘ પ્રજાતિ જંગલમાં જ રહે છે, માણસને જોઇને ભાગી જાય છે. જયારે ઉંટીયા વાઘ ગામમાં ધૂસી જઇને ગાય, બળદ, ઘેટાં, બકરા વિગેરેને ઉપાડી જાય છે. જયારે ત્રીજી પ્રજાતિ વાઘ મોટા ભાગે વૃઘ્ધ હોય છે. વાઘની દાઢમાં મનુષ્યનું લોહી લાગી જાય કે ચાખી જાય પછી તે ખરતનાક નરભક્ષસ થઇ જાય છે. વાઘ સિંહની જેમ પંજાથી પ્રહાર નથી કરતો પણ બન્ને પંજાથી શિકારના શરીરને પકડી લે છે. જેના કારણે તેના નખ ઊંડા ખુચી જાય છે. બાદમાં પોતાના દાંતથી શિકારને ફાડી ખાય છે. તે બચ્ચાને જીવ જંતુને મારતા મારતા તેને પ્રશિક્ષિત કરે છે. નર ભક્ષી વાઘ ખુબ જ ચાલાક અને સાહસિક હોય છે.
માણઇનો શિકાર કરીને તે રાતોરાત ર૦ થી રપ માઇલ સુધી દૂર ભાગી જાય છે. તે ભારતમાં હિમાલય સુધી જોવા મળે છે શરીર ઉપર નાના નાના વાળ હોય છે.
તેનો રંગ ખુબ જ વધારે ચમકિલો હોય છે.
વાઘ વિશે જાણવા જેવી વાત
* બંગાળની પ્રજાતિને ‘બંગાળ ટાઇગર’ કહે છે. વાઘનું વજન ૧૯૦ કિ.ગ્રામ અને ૯.૫ ફુટ લંબાઇ હોય છે.
* વાઘની દહાડ ૩ કિ.મી. દુર સુધી સંભળાય છે. ૧૯મી સદીમાં એક એકલો વાઘ ભારત-નેપાળમાઁ ૪૩૦ લોકોને મારી નાખતો હતો.
* એક બિલાડીનું ડી.એન.એ. વાઘના ડી.એન.એ. સાથે ૯૫.૬ ટકા મળતું આવે છે.
* સાઇબેરિયન વાઘ એના રહેવાના ઇલાંકાથી વધુ પાંજરામાં કેદ છે.
* ૨૦૧૬માં કમ્બોડિયાએ જાહેર કરેલ કે ત્યાં વાઘની પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે
* બંગાળ ટાઇગર ભારતના રાષ્ટ્રીય પ્રાણી છે.
* ૧૦ટકાથી ઓછા વાઘ સફળતાપૂર્વક શિકાર કરી શકે છે.
* એક મૃત્યુ પામેલ વયસ્ક નર વાઘ બ્લેક માર્કેટમાં ૬ લાખથી વધુ કિંમતમાં વહેચાય છે
* જે વાઘ સિંહણ સાથે મિલન કરીને બચ્ચાજનો તેને ટીગોન્સ અને લીગેરસ કહેવાય છે.
* વાઘ એક રાતમાં ર૭ કિલો માંસ ખાય શકે છે. જંગલમાં તે ૧૦-૧ર વર્ષને પાણીઘરમાં એથી ડબલ જીવતા જોવા મળે છે. એક આંકડા મુજબ ૧૮૦૦ થી ૨૦૦૯ સુધીમાં વાઘે ૩,૭૩,૦૦૦ માણસોને મોતને ઘાટ ઉતાર્યા છે.
* વાઘ એક સફળ શિકારી છે પણ ર૦ શિકારમાંથી એકમાં જ સફળ થાય છે.
* ભારત બાંગ્લાદેશ સિમા પાસે આવેલ સુંદરવન જંગલ દુનિયામાં વાઘોની રાજધાની છે જયાં ૬૦૦ બંગાલ ટાઇટર રહે છે જે દર વર્ષે ૧૦૦ લોકોને મોતને ઘાટ ઉતારે છે.
* પ૦ ટકા બચ્ચા એક વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે.
* ૧૯૬૦માં ચિનમાં ૪૦૦૦ હજાર વાઘ હતા, આજે જંગલમાં ર૦ અને પ્રાણી ઘરમાં ૬૦ બચ્ચા છે.
* વાઘ ૯ ગજ (૮ મીટર) લાંબી છલાંગ લગાવી શકે છે. અને પ મીટર ઉંૅચુ કુદી શકે છે.
* વાઘ લગભગ ૧૮ કલાક ઊંઘ લે છે તેમની રાતની દ્રષ્ટિ માણસ કરતાં ૬ ગણી વધારે જોવા મળે છે.
* ૧૯૩૦માં ચંપાવન નામની માઘ વાઘે ૪૦૦ લોકોને મારી નાખ્યા હતા. જે ઇતિહાસમાં આદમખોર વાઘ પૈકી એક છે.
* વાઘને દોડતી વખતે તેની પૂંછડી સંતુલન રાખવામાં મદદ કરે છે.
* છેલ્લા સૌ વર્ષમાં ૯૫ ટકા વાઘની વસ્તી ગાયબ થઇ ગઇ આજે દુનિયામાં પ હજાર વાઘ બચ્યા છે. તેની ઉત્પતિ વિશે બે મિલિયન વર્ષ પહેલા હોવાનું જણાવ છે.
* વાઘ દર કલાકે ૩પ માઇલની ઝડપે દોડે છે.
* ૧૦૦ વર્ષ પહેલા ભારતના જંગલોમાં ૪૦ હજાર બંગાલ ટાઇગર હતા.