જગતના તાત માટે સફેદ સોનુ લાભકારક બનશે
ભારતના ભારતીય કપાસ નિકાસ હાલમાં ભાવને વેગ આપનાર બની રહેશે. અત્યારે ભારતનો કપાસ વિશ્ર્વમાં સૌથી ઓછી કિંમતે પ્રાપ્ત બની રહ્યો છે. છેલ્લા બે મહિનામાં પાંચેક મિલિયન ગાંસડીઓનો જથ્થો ધરાવનાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમગ્ર વિશ્વના ખાનગી વ્યાપારીઓને માલ મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે.
કપાસની નિકાસ આગામી સપ્તાહમાં જ ભાવને ગતિ આપનાર બની રહેશે. વરસાદમાં લંબાણથી કપાસમાં હજુ ભેજ અને સારી ગુણવતાનો કપાસના આગમનમાં થોડો વિલંબ રહે છે ત્યારે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે. તેમ જ્ઞાનેશ્ર્વરભાગ રંજને જણાવ્યું હતું.
કપાસનો વ્યાપારી દિનેશ હેગડેએ કહયું હતું કે બંગ્લાદેશમાં આગેનિક કપાસની મોટા પ્રમાણમાં માંગ ઉભી થઇ છે. બાંગ્લાદેશમાં આર્ગેનિક અને બીન આર્ગેનિક કપાસની ખુબ જ મોટા પાયે માંગ ઉભી થઇ છે. પરંતુ અમે જયાં સુધી ઓર્ગેનિક કપાસ છે. ત્યાં સુધી નવા મોસમ ની રાહ જોઇ રહ્યા છીએ. ખાડી દેશના પ્રમુખ પ્રદિપ જૈનએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારે વરસાદના કારણે ૧૦ ટકા પાકને નુકશાન થયું છે. પરંતુ જમીનમાં વધારે પ્રમાણમાં રહેલા ભેજને કારણે આ ઘટ્ટ સર ભર થઇ જશે અને સીઝન પંદરેક દિવસ મોડી શરુ કરવામાં આવશે.
સી.સી.આઇ. દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં ત્રીજા ભાગનો કપાસ ખરીદી લેવાશે તેમ છતાં સી.સી.આઇ. દ્વારા અત્યારે ખોટમાં કપાસ વેચવાનો ઇન્કાર કરી દીધો છે. તેની પાસે મે મહિનાથી સૌથી વધુ કપાસનો જથ્થો ભેગો થઇ ગયો છે. અને તેણે ખોટ ખાઇને ૫૦ ટકા માલ વેચી નાખ્યો હતો. અમે ૫૭ લાખ જેટલી ગાંસડીઓનો ૧૭૦ કિલોની એક એવી ગાંસડીમાં ૧૧૫ લાખ ટન કપાસ વેચી નાખ્યો છે. અમને વિશ્ર્વાસ છે કે હવે બાકી બચેલો કપાસ બે એક મહિનામાં વેચાઇ જશે.
સરકારી કંપનીઓ સરકારો વચ્ચેના કરારો અંતર્ગત બાંગ્લાદેશ સાથે કરાર કરવા માંગે છે. જે અત્યારે વિવિધ મંત્રાલયોમાં પેડીંગ છે. સી.સી.આઇ. દ્વારા ૩૫૬ કિલોની એક ગાંસડી ૩૮૨૦૦ ના ભાવે નાના વ્યાપારીઓ અને દલાલ દ્વારા જથ્થાબંધ ખરીદી માટેની યોજનાઓના લાભ લઇ રહ્યા છે. અને સ્થાનીક અને નિકાસ બજારમાં આ કંપનીઓની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. બજારમાં અત્યારે કપાસનો ભાવ ટેકા ના ભાવ કરતા પણ ઓછો છે. સરકારે કિવન્ટલ ના રૂ. ૨૮૨૫ ભાવ નકકી કર્યા હોવાથી કોઇ ખરીદ કરતું નથી કપાસના ભાવો દેશના ઉતર ભાગમાં સારા છે જયારે ઓકટો. ૧થી દક્ષિણ ભારતમાં ટેકાના ભાવની વ્યવસ્થા કરી રહ્યું છે. ભારતનો કપાસ મોટાપાયે બાંગ્લાદેશના વિયેત નામમાં નિકાસ કરવામાં આવશે.