મહાસત્તા અમેરિકાની સરકાર પ્રજાનો વિશ્ર્વાસ જીતવામાં નિષ્ફળ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્ર્વમાં સૌથી મોખરે

ભારતીઓ તેમની સરકાર માટે ખાસ વિશ્ર્વનીયતા ધરાવે છે તેવું એક રિપોર્ટનું તારણ છે. સરકાર પર લોકોને કેટલો વિશ્ર્વાસ છે તે અંગે કરાયેલા સર્વેમાં રિપોર્ટ આવ્યો છે.

મેજર ઇકોનોમિક કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા લોકોને તેમની સરકારમાં કેટલો વિશ્ર્વાસ છે તે અંગે કરાયેલા સર્વે કરાયા બાદ રિપોર્ટ પ્રકાશીત કરવામાં આવ્યો હતો. ઇકોનોમિક કોપો૪રેશન ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ભારતીય લોકો તેમની સરકાર પર વધુ ભરોસો અને વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ૭૩ ટકા ભારતીયો નરેન્દ્ર મોદીની સરકારમાં વિશ્ર્વનીયતા વ્યક્ત કરી હતી. જે દુનિયાના અન્ય દેશો કરતા વધુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. ભારત બાદ કેનેડાની ૬૨ ટકા જનતા તેમના પ્રધાન મંત્રી પર વિશ્ર્વાસ મુકે છે. જયારે ત્રીજા નંબરે તુર્કીની પ્રજાએ તેમની સરકાર પર ૫૮ ટકા વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રથમ ત્રણ ક્રમ બાદ રસિયા અને જર્મનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બને દેશોની જનતાએ તેમની સરકાર પર ૫૮ ટકા વિશ્ર્વાસ વ્યક્ત કરી પાંચમો ક્રમ રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. જયારે નવાઇની વાત તો એ છે કે વિશ્ર્વની મહાસતા એવા અમેરિકા સરકાર પર માત્ર ૩૦ ટકા પ્રજાએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. જયારે યુકેના પ્રમુખે લોકોનો વિશ્ર્વાસ જીતવામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૪૧ ટકા લોકોએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. તેવું રિપોર્ટના આધારે જાણી શકાયું છે.

સાઉથ કોરિયાની સરકારે ભ્રષ્ટાચારના કારણે લોકોનો વિશ્ર્વાસ જીતવામાં સદંતર નિષ્ફળ રહી છે. સાઉથ કોરિયાની માત્ર ૨૫ ટકા પ્રજાએ તેમની સરકાર પર વિશ્ર્વાસ હોવાનું રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગગડતા અર્થતંત્રના કારણે ગ્રીસની સરકારને પણ પ્રજાનો વિશ્ર્વાસ જીતવમાં ફાફા પડયા છે. ગ્રીસની સરકાર પર માત્ર ૧૩ ટકા લોકોને વિશ્ર્વાસ રહ્યો છે.

સરકાર પર વિશ્ર્વાસ મુકવા માટે સામાન્ય રીત લોકો સ્થિરતા, સરળતા, લોકોનું રક્ષણ કરવામાં સક્ષમતા તેમજ જાહેર હિતના કાર્યો તથા જનતા માટે તેમણે કરેલા કામગીરી તેમજ ખેડેલા જોખમોને ધ્યાને લઇને જનતા સરકાર પર વિશ્ર્વાસ વ્યક્ત કરતી હોય તેમ રિપોર્ટના આધારે કહી શકાય તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.