બજાર વિશ્ર્લેષકોના જણાવ્યા મુજબ વેપારીઓને નફાનો ગાળો ત્યારે અને અત્યારે એટલો જ છે તેમાં કોઇ જ મોટું પરિવર્તન આવ્યું નથી
વળતર દેવામાં વિશ્ર્વમાં ભારત સૌથી નબળું પુરવાર થયું છે. જી હા, વળતરના મામલે ભારત વિશ્ર્વનું સૌથી મોધુ માર્કેટ ગણાય છે.
માર્કેટ વિશ્ર્લેષકોના જણાવ્યા મુજબ વેપારીઓને નફાનો ગાળો એટલો જ છે, તેમાં કોઇ જ ફેર પડયો નથ. ઉદાહરણ રૂપે સામાન્ય જનતાને એવું થતું હોય છે કે મોંધવારી વધી તો તેના કારણે વેપારીઓના ગજવા તોતીંગ નફાથી ભરાઇ જતા હશે પરંતુ ઘર આંગણે ભારતમાં એવું શકય બનતું નથી.
જયારે ભારતની અન્ય દેશોની સરખામણી કરીએ તો અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. જર્મની, ચીન, જાપાન,હોંગકોંગ, મેકિસકો, (લેટીન અમેરીકન દેશ) સ્વિત્ઝરલેંડ, ફ્રાંસ, ન્યુઝીલેન્ડ વિગેરે દેશો વેપારીઓને વળતર દેવામાં ભારત કરતા સબળા પુરવાર થઇ રહ્યા છે. પ્રસિઘ્ધ અર્થશાસ્ત્રી સોનલ વર્માએ જણાવ્યું હતું કે ભારતમાં ઘર આંગણે ભલે સામાન્ય જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ ડુંગળી, ટમેટાથી લઇને અન્ય કોમોડીટીના ભાવો વઘ્યા પરંતુ બાપડા વેપારીઓનો ગાળો તો ત્યારે અને અત્યારેની સ્થિતિમાં કોઇ જ માટું પરિવર્તન આવ્યું નથી. ટૂંકમાં વળતર દેવાના મામલામાં વિશ્ર્વમાં ભારત અન્ય દેશોની તુલનાએ સૌથી નબળું પુરવાર થયું છે.