છત્રીની છત્રછાયામાં ભારતીય ફુટબોલ ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન
કેપ્ટન સુનીલ છેત્રીનો દબદબો: સૌથી વધુ ગોલ કરનારા સક્રિય ખેલાડીઓની સુચિમાં મેસ્સીની બરાબરીની સાથે બીજા ક્રમાંકે
છત્રીની છત્રછાયામાં ભારતીય ફુટબોલ ટીમનું રવિવારે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે એટલું જ નહિ છન્ટરકાટિનેટલ કપ ફુટબોલ ટુર્નામેન્ન્નો ખિતાબ પણ જીત્યો છે. રવિવારના રોજ મુંબઇ ફુટબોલ એરેનામાં ફાઇનલમાં કેન્યાને ૨-૦ થી હરાવી ઇન્ટરકાટિનેટલ કપ ભારતે પોતાના નામે કર્યા છે.
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આ સાથે સૌથી વધુ ગોલ કરનારા સક્રિય ફુટબોલ ખેલાડીઓની સુચિમાં અજેન્ટીનાના મહાન ખેલાડી લિયોનલ મેસ્સીની સાથે સંયુકતરુપથી બીજા સ્થાને પહોંચી ગયા છે. આ બંને ખેલાડીઓના નામે હવે ૬૪ આંતરરાષ્ટ્રીય ગોલ છે. છેત્રીએ આઠમી મીનીટમાં ભારતને બઢત અપાવી અને ફરી ર૯મી મીનીટમાં વધુ એક ગોલ કરી મેસ્સીની બરાબરી કરી.
પોતાના ૧૦રમાં આંતરરાષ્ટ્રીય મેચ રમનારા એવા ૩૩ વર્ષીય સુનિલ છેત્રીથી વધુ ગોલ કરનાર સક્રિય ખેલાડીઓમાં પુર્તગાલના સુપરસ્ટાર ફિસ્ટિયાનો રોનાલ્ડોનો સમાવેશ છે.
રોનાલ્ડોના નામે ૧પ૦ મેચોમાં ૮૧ ગોલ છે. યુએઇમાં વર્ષ ૨૦૧૯માં યોજાનારા એશિયાઇ કપની પૂર્વ તૈયારીના હેતુથી ભારતે આ મેચનું આયોજન કર્યુ હતું. આ મેચનો ખીતાબ એ દર્શાવે છે કે છેત્રી અને તેની ટીમની તૈયારી સાચી દીશા તરફ છે ન્યુઝીલેન્ડની વિરુઘ્ધ ગત મેચમાં ૧-૨ થી માત બાદ ભારતીય ટીમનું આ પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.