રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિડિયો કોન્ફરન્સ સંમેલન યોજાયો
ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારને ૨.૦ના એક વર્ષના ઐતિહાસિક વિકાસને લોકો સુધી માહિતગાર કરવા અંતર્ગત આજરોજ રાજકોટ જીલ્લા ભાજપની વિડીયો કોન્ફરન્સ સંમેલન રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા ભાજપ મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઈ બોઘરા, રાજ્યના કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્યો ભાનુબેન બાબરિયા સહીતના જીલ્લાના આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીએ રાજકોટ જીલ્લા ભાજપાના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. મનસુખભાઈ માંડવીયાએ દિલ્હી ખાતેી ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા કાર્યકર્તાઓ સો જોડાઈને માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજા કાર્યકાળના પ્રમ વર્ષની ઉપલબ્ધીઓ તેમજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ડીસીજ સંબધિત માહિતીની છણાવટ કાર્યકર્તાઓ સો કરી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી માંડવીયાજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ છ વર્ષના ટૂંકાગાળામાં જ ચોતરફ દેશનો વિકાસ કરીને છેવાડાના માનવીને જરૂરી સુવિધાઓ પૂરી પાડીને મુખ્ય પ્રવાહમાં જોડવાનું ઐતિહાસિક કામ કર્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે આજે વૈશ્વિક કોરોનાની મહામારીને નાવા સરકારની સો દેશની જનતા કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે એકજુટ ઈને રક્ષણાત્મક રીતે લડી રહ્યા છે. તે ખુબ જ પ્રશંસનીય અને અભિનંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હેતુ રૂપિયા ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને ર્અતંત્રને વેગવંતુ બનાવવા ઐતિહાસીક નિર્ણય લીધો છે. રાજકીય ઈચ્છાશક્તિ દાખવીને નિર્ણાયક નેતૃત્વના દર્શન કરાવ્યા છે. ભારત દેશ સામાજીક, ર્આીક, વૈશ્વિક સહીત અનેકક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. આજ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્તિ તમામ લોકોનું રાજકોટ જીલ્લા ભાજપાના પ્રમુખ ડિ.કે.સખીયાએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ .૧૪ હજાર કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરીને દેશના છેવાડાના માનવીને વિકાસ પહોચાડવાના પ્રયત્નો કરી દેશ આત્મ નિર્ભર શક્તિશાળી અને ઉન્નતભારત બનશે.
વિડીયો કોન્ફરન્સમાં સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીએ કેન્દ્ર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારા આગામી કાર્યક્રમ તા.૧૫ થી ૨૮ જુન દરમ્યાન ઘર-ઘર સંપર્ક અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ પત્ર આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, વિશ્વ કલ્યાણ માટે ભારતની ભૂમિકા, કોવીડ-૧૯ના સંક્રમણી બચવા માટે જરૂરી ઉપાયો તેમજ તંદુરસ્ત રહેવા માટે સારી આદતોના સંકલ્પના આહવાનને દેશના દસ કરોડ ઘરો સુધી પહોચાડવાનો છે તેમજ માસ્ક તેમજ સેનેટાઈઝર વિતરણના કાર્યક્રમોની માહિતી આપી હતી. વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ તથા આભારવિધિ જીલ્લા મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરાએ કરી હતી. આ બેઠકમાં જીલ્લા હોદેદારો, ધારાસભ્યો, સાંસદો, જીલ્લા અને મંડલના સંગઠનપર્વના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જઓ, મંડલના પ્રભારીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યઓ, સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન તથા ડીરેક્ટરે તથા જીલ્લાના તેમજ મંડલના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા તેમ રાજકોટ જીલ્લા મિડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવ્યું છે.