ઓળખ તેમજ સર્વરથી બચીને મોબાઈલ નેટવર્ક દ્વારા વર્ચ્યુઅલ સીમ સોશિયલ મીડિયાના ઉપયોગથી આ પ્રકારે ૨૬/૧૧માં પણ હુમલો થયો હતો
પુલવામા આતંકી હુમલાથી વિશ્વભરમાં આતંકવાદ અંગે ઘ્વેશની ભાવના ફેલાઈ હતી ત્યારે આતંકવાદે આ હુમલામાં અમેરિકન સાયબર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. વર્ચ્યુઅલ સીમના ઉપયોગથી આતંકીઓએ સ્યુસાઈડ બ્લાસ્ટ કરનાર વિનાશકારક પદાર્થોનો ટ્રક લઈ ભારતમાં ઘુસ્યો હતો તે આદિલદારે વર્ચ્યુઅલ સીમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આતંકીઓ અવારનવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
વર્ચ્યુઅલ ટેકનોલોજી એટલે કે હકિકતમાં તેનું કોઈ ફિઝીકલ ઘાટ કે વર્ચસ્વ હોતું નથી પરંતુ તે અત્યાધુનિક ટેકનોલોજી જરૂરીયાત સમયે કોઈપણ જાતની સ્ક્રીન કે ડિવાઈઝ વિના લાઈટ દ્વારા નજરે પડે છે.આ ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટર એક ટેલીફોન નંબર જનરેટ કરે છે જેથી યુઝર કોઈપણ પ્રકારના રડાર કે સુરક્ષા દળોની નજરથી બચીને કોઈપણ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે.
આ નંબર સોશિયલ નેટવર્કીંગ સાઈટ, વોટસએપ, ફેસબુક, ટવીટર અને ટેલીગ્રામ ઉપર વેરીફીકેશન કોડ જનરેટ કરીને વપરાશમાં લેવાઈ છે. આતંકી હુમલામાં મેઈન માસ્ટર માઈન્ડ મુદાસીરખાનને મોતને ઘાટ ઉતારાયો હતો. જૈશના તમામ ષડયંત્રો ઉપર મોનીટરીંગ કરતા મુદાસીરખાન પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો.
વર્ચ્યુઅલ સીમ સાથે જોડાયેલ મોબાઈલ નંબર + ૧ થી શરૂ થતા અને તે આંતરરાષ્ટ્રીય મોબાઈલ સબસ્ક્રાઈબર ડીરેકટરી સાથે તેમજ અમેરિકન ટેકનોલોજી સાથે જોડાયેલા હતા. આ માટે ભારતે અમેરિકન એજન્સીઓનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની તપાસના આદેશો આપ્યા છે ત્યારે સુરક્ષાદળો શોધી રહ્યા છે કે વર્ચ્યુઅલ સીમ જેવી ટેકનોલોજી માટે તેમને ફંડ કોન આપી રહ્યું છે. કારણકે આ સીમ દ્વારા આતંકી સંગઠનો પોતાની ઓળખ છુપાવ્યા વિના આ પ્રકારના હુમલાઓ કરતા હોય છે.આજ પ્રકારની ઘટના મુંબઈ ૨૬/૧૧ હુમલામાં થઈ હતી તે સમયે મદીના ટ્રેનીંગ જે ઈટલીનું સર્વર છે ત્યાંથી ટેકનોલોજીના ઉપયોગ માટેનું ફન્ડીંગ થયું હતું ત્યારે આ પુલવામા હુમલામાં પણ વર્ચ્યુઅલ સીમ ટેકનોલોજીનો ઉપયોગ થયા હોવાનું ખુલ્યું છે.