જામનગરમાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો અધ્યક્ષતામાં પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું
મોદી મુસ્લિમ વિરૂધ્ધ છે તેવું રાજકીય પંડિતોનું ગણીત ખોટુ પડયું છે: ૩ મુસ્લિમ દેશોએ ૩ વખત વડાપ્રધાનનું સન્માન કર્યું: વિદેશમંત્રી
સતત લોકોની ચિંતા કરતા પુનમબેન માડમને જંગી લીડથી જીતાડવા સુષ્મા સ્વરાજનું આહવાન
જામનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં પ્રબુધ્ધ નાગરીક મિલન કાર્યક્રમમાં શહેરનાં પ્રબુધ્ધ શ્રેષ્ઠીઓને સંબોધતા વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે કહ્યું હતુ કે પોતાના વિસ્તારના પ્રશ્નો માટે ચિંતિત અને કાયમ સક્રિય રહેતા પુનમબેન માડમના નામ સામેના કમળ નિશાન ઉપર આંગળી મુકશો તો બંને હાથમાં લાડુ આવશે. પૂનમબેનતો જીતશે જ સાથોસાથ રાષ્ટ્રની દરેક ક્ષેત્રે સેવા કરતા જનનાયક એવા નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બનશે.
જામનગરનાં ટાઉન હોલમાં શહેરનાં પ્રબુધ્ધ નાગરિકોની ભરચકક હાજરી રહી હતી. આ કાર્યક્રમ માટે જ ખાસ જામનગર આવેલા વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે પોતાની મૃદુભાષામાં અને તર્ક તથા આંકડાકીય આધારો ટાંકીને પાંચ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે કરેલી કામગીરીની મુદાસર ઝલક આપી હતી અને રાષ્ટ્રહીતમાં મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે પુનમબેનને મત આપી દિલ્હીમાં જામનગરનું કમલ મોકલવા અપીલ કરતા ઉપસ્થિત નાગરીકોએ તાળીઓથી વધાવી લીધી હતી.
શ્રીમતી સ્વરાજે પોતાના વકતવ્યની શરૂઆત કરતાકહ્યું હતુ કે ગુજરાતીઓને અભિનંદન કે ૨૦૧૪માં મોદીને વડાપ્રધાન બનાવવાની આગેવાની લીધી હતી. મોદીની ગણના આજે દુનિયાનાં પ્રથમ હરોળના નેતાઓમાં થાય છે. શ્રી પૂનમબેનમાં સારા નેતા માટેના ગૂણ છે. તેઓ ખૂબ સક્રિય છે. તેમણે કરેલા કામોનાં તમે જ સાક્ષી છો. તમારા બંને હાથમાં લાડુ છે, પુનમ સાંસદ બનશે તો મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં પણ તમરૂ યોગદાન ગણાશે. માત્ર ભાવનાઓ નહી પરંતુ નકકર વાત સાથે અમે મત માંગીએ છીએ. લોકતંત્રમાં જવાબદારીનો પણ એક મહત્વનો સિધ્ધાંત હોય છે, વચનોની કિંમત હોય છે. અમે ૫ વર્ષના કામનો હિસાબ આપીએ છીએ.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની કસોટી મુખ્યત્વે ત્રણ મુદે કરી શકાય. આ ત્રણ ક્ષેત્રે કેન્દ્ર સરકારે છેલ્લા ૫ વર્ષમાં શું કામ કર્યું તે જાહેર કરવું જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા, દેશનો વિકાસ અને લોકકલ્યાણ મુદે સરકારનું મૂલ્યાંકન થાય છે. આ ત્રણેય મુદે મોદી સરકાર સક્ષ્મ રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષા બાબતે બોલતા વિદેશ મંત્રી સ્વરાજે કહ્યું હતુ કે, ૨૦૦૮માં મુંબઈમાં આતંકી હુમલો થયો તેમાં ૧૬૬ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ૪૦ વિદેશી નાગરીકો હતા. જે જુદા જુદા ૧૪ દેશોમાંથી મુંબઈ આવ્યા હતા. આ સ્થળ એટલે પસંદ કરાયું કે ભારતીયોની સાથે વિદેશી નાગરીકો આસાનીથી ટાર્ગેટ થાય અને તેમ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ચર્ચા થાય તે વખતની સરકારે ૧૪ દેશોનો સાથ મેળવી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂલ્લુ પાડી એકલુ પાડી દેવાની તક ગુમાવી દીધી હતી.
જયારે આસરકારે માત્ર ૧૨ દિવસમાં જ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો સૈન્ય મારફત લીધો મોદીએ ત્યારે સેનાને કહ્યું હતુ કે હુમલો કરનાર જૈશ-એ-મોહંમદ આતંકી સંગઠનના કેમ્પ ઉપર હુમલો કરજો નહી કે પાકિસ્તાનના નાગરીકો કે જવાનો ઉપર આપણી લડાઈ આતંકવાદ સામે છે. આ પછી ૫૭ ઈસ્લામીક દેશોના સંગઠ્ઠનમાં પણ પાકિસ્તાનને એકલુ પાડી દીધું તે મોદીની રાજનૈતિક કૂટનીતિ હતી.
પાકિસ્તાન આ સંસ્થાનું સ્થાપક સભ્ય છે. ભૂતકાળમાં ૧૯૬૯માં સંમેલનમાં ભારતને આમંત્રણ મળેલ ત્યારે પાક.ના વિરોધનીથક્ષ આ સંસ્થાએ ભારતના વિદેશ મંત્રીને અપમાનીત કરી પાછા મોકલ્યા હતા. પરંતુ ૫૦ વર્ષ પછી ૨૦૧૯માં અબુધાબીમાં સંમેલન મળ્યું પાક.એ ભારતને આમંત્રણા આપવાનો લેખીત વિરોધ કર્યો ત્યારે સંસ્થાએ કહેવું પડયું હતુ કે ભારત તો ભાગ લેશે જ. પાક.ની ખૂરશી ખાલી રહી અને ભારત મંચ ઉપર બેઠુ હતુ આ સંમેલન એરસ્ટ્રાઈક પછી થયું હતુ મોદી મુસ્લીમ વિરોધી છે તેવું રાજકીય પંડિતોનું ગણીત ખોટુ પડયું મુસ્લીમ દેશોએ ૩ વખત વડાપ્રધાન મોદીનું સન્માન કર્યું છે.
યુધ્ધના ભયથી પાકિસ્તાને ૧૭ દેશોના વિદેશ મંત્રીઓ પાસે મદદની ભીખ માંગી અને મારા ઉપર ફોન કરાવ્યા ત્યારે મે સ્પષ્ટ કહેલું કે, ભારત શાંતિપ્રિય જવાબદાર અને પરિપકવ દેશ છે. જો પાક. બીજી વખત આવું કરશે તો અમે ચુપ નહી બેસીએ તો તમામ રાજદૂતોએ કહેલું કે આતંકવાદ મુદે તેમનો દેશ ભારતની સાથે છે.
વિરોધીઓ એલફેલ બોલે છે. ઓસામાજી હાફીઝ સાહેબ બોલનારા મતના અધિકારી છે કે આતંકવાદ સામે ઝઝુમનારા મોદી? અફઝલ સાથે ઉભેલ મતના અધિકારી છે કે મોદી? આજે સક્ષમ નેતૃત્વ માટે નજર માંડીએ તો એક જ ચહેરો સામે આવે છેઅને તે છે મોદી.
મોદીના નેતૃત્વમાં દેશમાં ભરપૂર વિકાસ થયો છે. ઘરેલું સૌચાલયની ટકાવારી ૨૦૧૪ પહેલા ૧૪ ટકા હતી તે વધીને ૯૮ ટકા પહોચી છે. ૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૧૨ કરોડ ગેસ કનેકશન હતા જે પાંચ વર્ષમાં વધીને ૨૫ કરોડ થયા અને તેમાં પણ ૬ કરોડ ગરીબોને મફત આપ્યા. ૫ વર્ષમાં ૩૪ કરોડ નવા બેંકખાતા ખૂલ્યા રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે કબુલ્યું હતુ કે ૧ રૂપીયો મોકલીએ તો ૧૦ પૈસા જ લોકોને મળે છે. તેઓ ઉકેલ ન લાવી શકયા. મોદીએ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાવી ભ્રષ્ટાચાર, દલાલો દૂર કરી દીધા. દરેક સહાય સીધી લાભાર્થીનાં ખાતામાં જમા થાય છે.
નેશનલ હાઈવે દરરોજ ૧૨ કી.મી.ની ગતિએ બનતા તેની ગતિ ૨૯ કિ.મી.ની થઈ છે. પૂનમ માડમને અભિનંદન કે તે ત્રણ નેશનલ હાઈવે જામનગર ક્ષેત્રના મંજૂર કરાવેલ છે. આ રીતે ગ્રામીણ સડક નિર્માણની ગતિ પણ ૫ વર્ષમાં ડબલ થઈ મોબાઈલની કંપની માત્ર ૨ હતી જે ૧૨૭ થઈ ગઈ ૨૦૧૪માં માત્ર ૭૭ પાસપોર્ટ કેન્દ્ર હતા જે આજે ૫૦૫ છે તેમાં જામનગરની મંજૂરીનો હુકમ પુનમબેને મારી પાસે બેસીને હાથોહાથ મેળવ્યો હતો. દેશનું અર્થતંત્ર મજબુત બન્યું છે. ૫ વર્ષમાં ૧૪ નવી એઈમ્સ, ૧૧૮ મેડીકલ કોલેજ, દોઢ લાખ વેલનેસ સેન્ટરને મંજૂરી મળી છે. કમેકે મોદી હૈ તો મુમકીન હે.
કલ્યાણકારી યોજનાઓમાં ઈતિહાસમાં પહેલી વખત આર્થિક પછાતના લોકો માટે શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામત લવાઈ અને એ પણ અન્ય કવોટાને ટચ કર્યા વગર આવકવેરામાંથી હવે ૫ લાખની આવક સુધી મૂકિત મળી. આંબેડકર સાથે જોડાયેલ પાંચ સ્થળને સ્મારક, ખાસ દરજજો આપ્યો છે. આદિવાસી વિસ્તારોમાં ૮૦૦ સ્કુલ બનાવી મુસ્લીમો માટેના હજયાત્રીનાં કવોટામાં માત્ર અર્ધો કલાકની મીટીંગમાં ૫૦ હજારનો વધારો થયો ત્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ કર્યું. રોજગારી માટે કૌશલ્ય અને મુદા યોજના થકી ૧૭.૬૮ કરોડ લોકોને સહાયતા કરી છે. કિશાન સન્માન નિધિ ૨૬ અઠવાડીયાની મેટરનીટી લીવ મહિલાઓને ચાલુ પગારે અપાવીને અમેરિકામાં ૪ વીકથી ૬ વીક થઈ શકી નથી આ બધુ મોદીની દીર્ધદ્રષ્ટિ, સંવેદનશીલતા થકી શકય બન્યું છે.
ઉપરોકત બાબતોને ધ્યાને લઈ તેમણે વડાપ્રધાન તરીકે ફરી નરેન્દ્રભાઈ મોદીને ચૂંટવા માટે પૂનમબેન માડમને જીતાડવા અપીલ કરી હતી.જામનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર અને લોકપ્રિય સાંસદ પુનમબેન માડમે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આદર્શ અને સશકત મહિલા નેતા ગણાવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ મંત્રક્ષ વસુબેન ત્રિવેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, પુર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીઅને ભાજપ અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ જીતુભાઈ લાલે પણ સંબોધન કર્યું હતુ.
આ કાર્યક્રમમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષભાઈ જોષી શાસકપક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, ધર્મરાજસિંહ જાડેજા પ્રકાશભાઈ બાંભણીયા દંડક જડીબેન સરવૈયા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરનાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ, ડોકટરો, વકિલો, પ્રોફેશનલો, જુદા જુદા સમાજનાઆગેવાનો, શૈક્ષણીક સંસ્થાના સંચાલકો, પક્ષના પૂર્વ પ્રમુખો પૂર્વ દાધિકારીઓ, ભાજપના કોર્પોરેટરો, આગેવાનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી ડો. વિમલ કગથરા, ન.પ્રા.શિ.સ.ના ઉપાધ્યક્ષ ચંદ્રવદન ત્રિવેદીએ કર્યું હતુ.
કોંગ્રેસમાં મહિલા નેતૃત્વ પરિવારવાદથી જયારે ભાજપમાં સંઘર્ષ બાદ મળે છે: પુનમબેન માડમ
આ તકે પૂનમબેને કહ્યું હતુ કે સમગ્ર દેશ એક મજબુત નિર્ણય તરફ મજબુત ભારતના નિર્માણ માટે થનગને છે. મોદીના નેતૃત્વમાં બીજા તબકકા માટે આગળ વધવા માંગે છે. જામનગરનાં ઓપીનિયન પોલ સમાન પ્રબુધ્ધ નાગરીકો પોતાનાથી ઉપર ઉઠીને બધાની ચિંતા કરે છે. દેશને કઈ દિશામાં લઈ જવો, કોને નેતૃત્વ આપવું તે નકકી તમારે કરવાનું છે. આવા વર્ગની વચ્ચે જામનગરના પ્રથમ મહિલા સાંસદ તરીકે મને આવવાની તક આપી તેનું ગૌરવ છે. મહિલા શસકિતકરણનું ઉદાહરણ સુષ્મા સ્વરાજથી લઈને અહીના વસુબેન અને હાલ હું મોજુદ છું. ભાજપ જે કહે છે તે કરે છે.
પ્રગતિશીલ દેશોમાં ભારતને સૌથી વધુ શંકાની નજરથી જોવાતોતો તેને મોદી સરકારે ભૂતકાળ બનાવી દીધું છે. માત્ર ૧ ટવીટથી આપણા વિદેશમંત્રી પણ દુનિયાના કોઈપણ દેશમાં ભારતીયને મદદ પહોચાડે છે. કોંગ્રેસમા મહિલાઓને નેતૃત્વ માત્ર વારસાનુંછે. જયારે ભાજપમાં સંઘર્ષ તરીકે મળે છે. માત્ર વાતો કે પ્રશ્નોથી પરિવર્તન નથી આવતું પરંતુ સરકાર તમામ ક્ષેત્રેક કાર્યશીલ હોય ત્યારે આવે છે.
પૂનમબેન માડમે વધુમાં જણાવેલ કે આપ સૌના આશિર્વાદથી ભાજપ એ મને ફરી જવાબદારી માટે પસંદ કરી છે. આથી હુ અપીલ કરૂ છું કે નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ભાજપને મત આપી મને વિજયી બનાવો આ દેશની સ્ત્રી પણ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ હોવાનું સુષ્માજીએ દુનિયાને સાબીત કરી બતાવ્યું છે. આથી ઓપીનીયન મેકીંગ એવા પ્રબુધ્ધ નાગરીકોને અપીલ છે કે ભારતના સાર્વભૌમત્વ વિકાસ માટે ભાજપને મત આપો.