રસીની “રસ્સાખેંચ” ભારતે મેદાન માર્યું!!
કોરોના સામેની વૈશ્ર્વિક લડાઈમાં ભારતે મજબૂતાઈપૂર્વક લડાઈ લડી છે. જેની વિશ્વ આખાએ નોંધ લીધી છે.એટલું જ નહીં સંયુકત રાષ્ટ્ર સંગઠન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વિશ્ર્વ વ્યાપાર સંગઠને પણ ભારતની કામગીરીની પ્રશંસા કરી છે. વૈશ્ર્વિક મહામારીના આ કપરાકાળમાં એકલા ભારતે વિશ્ર્વની કુલ જરૂરિયાતનાં 60 ટકા રસી ઉત્પાદિત કરી તમામ દેશોને અચંબિત કરી દીધા છે. કોવિશીલ અને કોવેકિસન રસી વિકસાવી ભારતે પોતાના માટે તો ‘કોરોના કવચ’ પૂરૂ પાડયું છે.પણ આ સાથે વિશ્વને પણ ‘કોરોના કવચ’ પહોચાડયું છે.
રસીની વિશ્વસનીયતા, કિંમતો, આડઅસર અને વહેંચણી તેમજ સાચવણીને લઈ રસીની ‘રસ્સાખેંચ’ ઉભી હતી જેમાં પણ ભારતે મેદાન મારી અમેરિકા, રશિયા અને ચીન જેવા વિકસિત દેશોને પણ પછાડી દીધા છે. હાલ, આંતર સંસદીય સંઘના અધ્યક્ષ ડયુરટે પાચેકો ભારત પ્રવાસે છે તેમણે પણ ભારતની રસીની કામગીરીની પ્રશંસા કરી છે. કયુરેટ પાંચેકો સાથે મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે ભારતે વિશ્વના 154 દેશોને રસી પહોચાડી છે. કોરોના કવચ પુરૂ પાડી ભારત આ કપરાકાળમાં ‘વિશ્ર્વની ફાર્મસી’ એટલે કે વિશ્વ માટે કોરોનાની દવાનો હબ બન્યો છે જે ગૌરવ લેવા જેવી વાત છે.