ટીમ દરેક પાસા પર મજબુત: વિશ્વ કપ માટે ભારતની ટીમ શ્રેષ્ઠ

ભારતીય ટીમના પૂર્વ સુકાની અને હાલ ઈન્ડિયાએ અને અંન્ડર-૧૯ના કોચ રાહુલ દ્રવિડે આઈસીસી વર્લ્ડકપ માટેની ભારતીય ટીમને શ્રેષ્ઠ ગણાવી છે અને વિશ્વકપ જીતવા માટે ભારત પાસે એક ઉજળી તક હોવાનું પણ જણાવ્યું હતું. વાત કરવામાં આવે તો ભારતીય ટીમ દરેક પાસામાં મજબૂત હોય તેવું પણ લાગી રહ્યું છે. જેમાં બેટીંગ, બોલીંગ, ફિલ્ડીંગ સહિત તમામમાં ભારતીય ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. કયાંકને કયાંક વિશ્વકપ માટે ભારતની ટીમને પણ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.

વિશેષરૂપથી રાહુલ દ્રવિડે જણાવતા કહ્યું હતું કે, પહેલા ઈંગ્લેન્ડની વિકેટો પર રમવું ખુબજ મુશ્કેલ બનતું હતું અને તે સમયની કંડીશન પણ અલગ હતી જે હવે તદન વિપરીત થઈ ગઈ છે. તેમને પુછવામાં આવેલા પ્રશ્નમાં તેઓએ ઉત્તર આપતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમનું ચયન કરવું સિલેકટરો માટે માથાનો દુ:ખાવો સાબીત થતો હોય છે પરંતુ વર્લ્ડકપ એટલે કે વિશ્વકપ વિશે વાત કરવામાં આવે તો ભારતીય ટીમ બેલેસ્ડ ટીમ માનવામાં આવે છે. ટીમ પાસે અનેકવિધ કોમ્બીનેશન અને ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

પહેલાના સમયમાં ઈંગ્લેન્ડની વિકેટ પર સ્કોર કરવો ખુબજ અઘરો સાબીત થતો હતો પરંતુ હવે વન-ડે ક્રિકેટની માન્સીકતામાં ફેરબદલ થયો છે અને ઈંગ્લેન્ડની વિકેટો પર સ્કોર ૩૦૦ને પાર પહોંચે છે અને તે ચેઈઝ પણ ઘણી વખત થતો જોવા મળે છે. માત્ર ટીમે તેનું પ્રદર્શન સારૂ કરવાનું રહેશે. જો તે કરવામાં ભારતીય ટીમ સફળતા પ્રાપ્ત કરશે તો વિશ્વની કોઈ ટીમ ભારતીય ટીમને પછાડી શકે તેમ નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૯૯૯માં જયારે ઈંગ્લેન્ડે વિશ્વકપની મેજબાની કરી હતી તે સમયની સ્થિતિ તદન અલગ છે. આ વખતનો વિશ્વકપ રનોની વર્ષા કરશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે પરંતુ એ વાત નકકી છે કે વિશ્ર્વકપ જીતવા માટે ભારતીય ટીમ મજબૂત દાવેદાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.