લાખો ટન લાઈમ મડ, ફોસફેટ-રીચ અને હાઈડ્રોકાર્બન્સ જેવી ચીજવસ્તુઓ શોધી કાઢતા જીએસઆઈના વૈજ્ઞાનિકો…
પુરાતત્વકાળથી ભારતને એક ‘સોને કી ચીડિયા’ના નામથી ઓળખવામાં આવે છે. વિશ્ર્વ આખામાં ભારત જ એક એવો સમૃધ્ધ દેશ છે જયાં ધાતુઓ, ખનીજો સહિત અતિ મહત્વના સંસાધનો મળી આવે છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, દુલર્ભ ઈમારતો અને વૈવિધ્યતાને કારણે આપણો દેશ એક અનોખુ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતમાં દરિયાના પેટાળમાંથી અનેકવાર કિંમતી ખનીજો-ધાતુઓ મળી આવી છે. ત્યારે હાલ જીએસઆઈના વૈજ્ઞાનિકોએ દરિયાના પેટાળમાંથી ફરી એક વખત લાખો ટન કિંમતી ધાતુઓ અને મિનરલ્સનો ખજાનો શોધી કાઢયો છે. ગુજરાત પણ વિશાળ દરિયા કિનારો ધરાવતો હોવાથી કિંમતી પદાર્થો મબલખ પ્રમાણમાં મળી રહેશે.
આ સમાચારથી અને આપણા વૈજ્ઞાનિકોની શોધખોળથી ખરેખર એ સાબિત થાય છે કે ભારત ‘સોને કી ચીડિયા’ છે. ભારતમાંથી મળી આવતા આ ખજાનાઓની જ લાલચે જ વિદેશોમાંથી આવનારા આર્યો, નેગ્રીટો, મુગલોએ ભારતમાં જમાવટ કરી હતી. વૈજ્ઞાનિકોની આ શોધખોળથી એક ગીત બબડવાનું મન થાય છે કે ‘ જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા… વો ભારત દેશ હે મેરા…
વાત કરીએ મળી આવેલી ધાતુઓ અને મીનરલ્સ એટલે કે ખનીજોની તો જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)ના વૈજ્ઞાનિકોએ પાણીની નીચે ભારતીય પ્રાયદીપની આસપાસ લાખો ટન કિંમતી ધાતુઓ અને ખનીજો શોધી કાઢી છે. સૌપ્રથમ વખત લગભગ વર્ષ ૨૦૧૪માં મંગલુ‚, ચેન્નઈ, મન્નાર બસીન, અંદમાન અને નિકોબાર ટાપુ તેમજ લક્ષદ્વિપની આસપાસ સમુદ્રી સંશાધનોને ઓળખવામાં આવ્યા હતા. હાલ, જે માત્રામાં વૈજ્ઞાનિકોને લાઈમ મડ, ફોસફેટ-રીચ અને હાઈડ્રોકાર્બન્સ જેવી ચીજ-વસ્તુઓ મળી છે. તેમાંથી અંદાજો લગાવી શકાય છે કે પાણીની વધુ અંદર પેટાળમાં વૈજ્ઞાનિકોને હજુ મોટી સફળતા મળશે. ત્રણ વર્ષની શોધખોળ બાદ જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૧,૮૧,૦૨૫ વર્ગ કિલોમીટરનો હાઈ રીઝોલ્યુશન સીબેડ મોરફોલોજીકલ ડેટા તૈયાર કર્યો છે અને ૧૦ હજાર મિલીયન ટનલાઈમ મડ હોવાની વાત કરી છે. ત્રણ અત્યાધુનિક અનુસંધાન જહાજ સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસતુભ અને સમુદ્ર સીદીકામાને આ માટે મદદમાં લાવવામાં આવ્યા છે. જીએસઆઈના સુપ્રીન્ટેન્ડેટ જીઓલોજિસ્ટ આશિષ નાથે જણાવ્યું કે, આ શોધખોળનો મુખ્ય હેતુ મિનરલાઈઝેશનના સંભવિત વિસ્તારોમાં ઓળખાળ કરવી અને મરીન મિનરલ સંસાધનોનું મુલ્યાંકન કરવાનો છે.