- સિંધુ જળ સમજૂતીમાં ભારતને ભાગે આવેલા પાણીનો જથ્થો અને ડેમો બાંધવાના અધિકારોના પૂર્ણ અમલ સામે પાકિસ્તાન
- વારંવાર વાંધો ઉઠાવતું રહ્યું છે હવે ભારતે સિંધુ જળ સંધિમાં સુધારાની તજવીજ હાથ ધરતાં પાકિસ્તાનમાં ફફડાટ
ભારત પાકિસ્તાનમાં ભાગલાની સાથે સાથે સિંધુ નદીના પાણીના પણ ભાગલા પડ્યા હતા અને બંને દેશો વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ નામના થયેલા કરારમાં હવે સમય અને સંજોગો ને ધ્યાને બદલાવ માટે ભારતે પાકિસ્તાનને અલ્ટીમેટમ આપી દીધું છે ભારત પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ ગણાતી સિંધુ જળ સંધિમાં ફેરફાર કરવા માટે ભારત સરકારે પાકિસ્તાનને નોટિસ પાઠવી સંધિમાં જરૂરી ફેરફાર કરવા દબાણ કર્યું છે પાકિસ્તાનને પાઠવાયેલી નોટિસમાં આ સંધિમાં હવે સમય મુજબ ફેરફાર કરવાની જરૂરત પર ભાર મૂક્યો છે જાન્યુઆરી 2023 માં પાકિસ્તાનને ભારત સરકારે 1960 ની સંધિમાં સુધારો કરવા જણાવ્યું છે અને સંધિના અમલીકરણમાં પાકિસ્તાન તરફે રહેતી ચૂક અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે સિંધુ જળ સંધીમાં રહેલી શરતો ની કેટલીક જોગવાઈઓનો પાકિસ્તાન ઉલ્લંઘન કરતું હોવાની સ્થિતિ સાથે આ સંધિ માં સુધારાની ભારતે માંગ કરી.
સિંધુ જળ સંધિ શું છે?
ભારત અને પાકિસ્તાન 1960માં સિંધુ જળ સંધીના કરાર થયા હતા જેમાં પૂર્વની નદીઓ સતત બિયાસ અને રાવીનું તમામ પાણી વાર્ષિક 33 મિલિયન એકર ફૂટ નો અધિકાર ભારતને ફાળવવામાં આવ્યું હતું બીજી તરફ સિંધુ જેલમ અને તેના ની પશ્ચિમી નદીઓના મોટા ભાગનું પાણી વાર્ષિક 135 મિલિયન એકર ફૂટ પાકિસ્તાનને ઉપયોગ અધિકાર પાયો હતો આ સંધિમાં રન ઓફ ધ રીવર પ્રોજેક્ટ દ્વારા હાઈડ્રોજન ઉત્પન્ન કરવાનો અધિકાર ભારતને મળ્યો છે જોકે પાકિસ્તાને આ પ્રોજેક્ટ ની ડિઝાઇન પર વાંધો ઉઠાવ્યો હતો પાકિસ્તાનને સંધિ મુજબ 80% પાણી ફાળવાયું જ્યારે ભારતને સિંધુ ડ્રેનેજ સિસ્ટમમાં માત્ર 16.8 કરોડ એકર ફૂટ પાણીમાંથી 3.3 કરોડ એકવાર ફુટ પાણી આપવામાં ભારતને લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં સિંધુ નદી પ જળ સંસાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આ રાજ્યો ગંગાની ઉપનદી યમુના નદીમાંથી પણ પાણી મેળવે છે. બીજી બાજુ, પાકિસ્તાન સિંધુ પર ખૂબ મોટા પ્રમાણમાં નિર્ભર છે. એટલે ભારત જ્યારે જ્યારે તેને મળેલા અધિકાર મુજબ ડેમ બાંધવાનો પ્રયાસ કરે છે ત્યારે પાકિસ્તાન વિરોધ ઉઠાવે છે આના કારણે વારંવાર સ્થિતિ મળશે છે એટલે હવે ભારતે સિંધુ જળ સંધિ ની સમીક્ષા કરી સુધારો કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આવું જ એક ઉદાહરણ તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ છે, જેને ઉરી આતંકી હુમલા બાદ ભારત સરકારે ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટ, પાકિસ્તાન દ્વારા વુલર બેરેજ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે લાંબા સમયથી પાકિસ્તાનના વાંધાને કારણે 1987માં સ્થગિત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે ભારતના વારંવારના પ્રયાસો છતાં, પાકિસ્તાને 2017 અને 2022 વચ્ચે યોજાયેલી સ્થાયી સિંધુ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં, પાકિસ્તાનના સતત આગ્રહ પર, વિશ્વ બેંકે કાર્યવાહી શરૂ કરી છે
સિંધુ જળ સંધિ હેઠળ, ભારતને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 13.4 લાખ એકર સિંચાઈ વિકસાવવાનો અધિકાર છે. જો કે, હાલમાં આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર 6.42 લાખ એકર જમીન ઉપર જ સિંચાઈ કરવામાં આવે છે
સિંધુ જળ, સંધિ ભારતને પશ્ચિમી નદીઓ, જેમ કે ઝેલમ, સિંધુ અને ચેનાબમાંથી 3.60 મિલિયન એકર-ફીટ પાણી સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. આજની તારીખે, જમ્મુ અને કાશ્મીરમાં વર્ચ્યુઅલ રીતે કોઈ સંગ્રહ ક્ષમતા વિકસિત નથી. આ સંધિ ભારતને પાણીના પ્રવાહને અવરોધ્યા વિના ઝેલમ, ચેનાબ અને સિંધુ પર નદીના વહેણ પર બંધ બાંધવાની પણ પરવાનગી આપે છે.