સરકારની આવકમાં દિન પ્રતિદિન વધારો નોંધાયો: નાણાકીય વર્ષ 2023ના કુલ ખર્ચના લક્ષ્યની સામે 46% જ ખર્ચ થઈ શક્યો છે

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દરેક ચીજ વસ્તુઓ ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તુજ નહીં સરકારની દરેક નીતિમા દેશની અર્થવ્યવસ્થાને કઇ રીતે વધુ મજબૂત કરી શકાય તે દિશામાં જ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હજુ એક આશાવાદ કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ નાણાકીય વર્ષ 2022-23માં ઉદભવિત થયેલી રાજકોષીય ખાદ્યને સરકાર પહોંચી વળશે. નાણાકીય વર્ષ 2023 માટે જીડીપીના 6.4% રાજકોટ નિર્ધારિત કરવામાં આવી હતી.

દરેક સાંસદો અને મંત્રીઓને એક નિર્ધારિત રકમ દેશના વિકાસ માટે ખર્ચ કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે ત્યારે ઘણા ખરા મંત્રીઓ દ્વારા તેમને મળેલી રકમ સંપૂર્ણ ખર્ચ ન થતા તે રકમ હવે રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે ઉપયોગી નીવડશે . નાણા વિભાગનું માનવું છે કે મંત્રી દ્વારા જે રકમનો ઉપયોગ થયો નથી તેનાથી વિભાગને ઘણું પ્રોત્સાહન પણ મળશે અને ફૂડ, ફર્ટીલાઇઝર અને પેટ્રોલિયમ ચીજ વસ્તુઓમાં અપાતી સબસીડીને પણ પહોંચી શકાશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોશિય ખાદ્યને પહોંચી વળવા માટે ટકાવારી ખુબજ સારી જોવા મળશે.

કરની આવકમાં સરકારે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમની ઘરમાંથી ઉદભવિત થતી આવક નાણાકીય વર્ષ 2023ના બજેટમાં 27.6 લાખ કરોડથી વધી જશે જે ભારત દેશ માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. સરકારને આશાવાદ છે કે ડાયરેક્ટ ટેક્સ અને જીએસટીની આવક જે રીતે દિન પ્રતિદિન વધી રહી છે તેનાથી દેશની નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો આવશે અને રાજકોષીય ખાધને પહોંચી વળાશે. ચાલુ નાણાકીય વર્ષમાં જે રીતે પબ્લિક સેક્ટર બેંકો ને પ્રાઇવેટાઈઝ કરવામાં આવી તેનો ફાયદો પણ ભારતના નાણા વિભાગને મળશે. માત્ર કેન્દ્રમાં જ નહીં પરંતુ રાજ્ય સરકારને પણ જે રકમ વિકાસ માટે આપવામાં આવેલી છે તેમાં પણ હજુ સુધી પૂરતો વપરાશ થયો નથી જે ઘર માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે.

મંત્રીઓ દ્વારા વણવપરાયેલા નાણા કેન્દ્ર સરકાર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે કારણ કે આ નાણાંનો ઉપયોગ સરકાર જે જગ્યાએ માંગ ઉદભવિત થઈ રહી છે તેમાં તેનો વપરાશ કરી શકશે નાણાકીય વર્ષ 2023 માં કુલ ખર્ચ અંગેનું બજેટ 39.4 લાખ કરોડ નિર્ધારિત કરવામાં આવેલું છે જેમાં પ્રથમ છ માસમાં સરકારે માત્રને માત્ર 18.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ પાછળ નાણાને ઉપયોગમાં લીધેલા છે એટલે કે હજુ 46.2 ટકાનો ઉપયોગ થયો છે. ત્યારે બાકી રહેતા મહિનાઓમાં સરકાર આ નાણા ને અન્ય જગ્યાએ ઉપયોગમાં લેશે અને રાજકોટને પહોંચી વળવામાં અસરકરતા સાબિત થશે.

હાલ કોરોના મહામારીના સમયમાં સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં સરકારને વધારાનો ખર્ચ ઉઠાવવો પડતા છેલ્લાં 2 વર્ષનું ભારતીય બજેટ સ્પષ્ટ રીતે રાજકોષીય ખાદ્ય પર કેન્દ્રિત થયું છે. રાજકોષીય ખાદ્ય થકી દેશનું સ્વાસ્થ્ય એટલે કે અર્થતંત્રને આગળ ધપાવવાની રણનીતિ મોદી સરકારે અપનાવી છે. ત્યારે હાલ સરકારના લોકસભામાં જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અડધો-અડધ રાજકોષીય ખાદ્ય તો વપરાઈ ગઈ છે.રાજકોષીય ખાદ્ય મતલબ, સામાન્ય શબ્દોમાં કહીએ તો સરકારની આવક અને ખર્ચનો તફાવત એટલે કે સરકારને પડેલો વધુ પડતો ખર્ચ જેને સરકાર ઉધાર લઈ બજેટની જોગવાઈઓ પ્રમાણે પૂર્ણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.