વિશ્વના જાણિતા ગણિત શાસ્ત્રીઓ માને છે કે માનવ જીવનમાં ગણિતનું ઘણું મહત્વ છે. ભારતમાં દર વર્ષે આજના દિવસે ભારતના મહાન ગણિત શાસ્ત્રી રામાનુજની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાય છે. વિશ્વને શૂન્યની ભેટ પણ ભારતે જ આપી છે. રામાનુજનું ગણિત ક્ષેત્રમાં વિશેષ યોગદાનને કારણે દેશમાં આજના દિવસે ગણિત દિવસ ઉજવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે 22 ડિસેમ્બર 2012 માં ચેન્નઇ ખાતે શ્રીનિવાસ રામાનુજની 125 મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આ દિવસ ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
વિજ્ઞાન, સંગીત, સામાજિક અભ્યાસ, અને કલા જેવા તમામ પ્રકારના વિષયોને સમજવા ગણિતની જરૂર પડે: ગણિતનો અભ્યાસ સમસ્યાને હલ કરવાની કુશળતા શીખવામાં મદદ કરે: આપણા ગણિતશાસ્ત્રી રામાનુજે સંખ્યા સિદ્ધાંત, અનંત શ્રેણી, ગાણિતિક વિશ્લેષણ અને અપૂર્ણાંક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપાયુ
શિક્ષણમાં જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ગણિતનું કે ગણન કૌશલ્યનું ઘણું મહત્વ છે. ગાણિતક કોયડાનો ઉકેલ સાથે વિવિધ રીતોના મહાવરાનું દ્રઢિકરણ જ છાત્રોને ગણિતમાં રસ લેતા કરે છે. ભારતની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાં આપણાં ગણિત શાસ્ત્રી રામાનુજ 1918 માં લંડન મેથેમેટીકલ સોસાયટીના સભ્ય બન્યા તે હતી. રામાનુજે માત્ર 32 વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. વિશ્વ ગણિત દિવસ 7 મી માર્ચે અને નેશનલ ગણિત દિવસ 22 ડિસેમ્બરે યોજાય છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈદિક ગણિતનું અતિ મહત્વ છે, અંક ગણિત કે બીજ ગણિતની ગણના અને વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધીઓનો એક સમુહ છે. આજના યુગમાં મોટા ભાગે છાત્રો ગણિત, વિણાનમાં જ નબળા જોવા મળે છે ત્યારે આજના વિશ્વ ગણિત દિવસે વિદ્યાર્થીઓ ગણિતમાં રસ-રૂચી કેળવે તે અતિ જરૂરી છે.
વૈદિક ગણિતમાં મૂળ 16 સૂત્રો આપવામાં આવ્યા છે, જેમાં જટિલ અંક ગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરીત સંભવ બને છે. 20 મી સદીના પ્રારંભે જ આ પધ્ધતિનો પ્રારંભ થયો હતો. વિશ્વમાં ગણિતનું સૌથી શ્રેષ્ઠ કાર્ય આપણા ગણિત શાસ્ત્રી રામાનુજે કર્યું હતું. જેમાં તેમણે પોતાના પ્રમેય શોધી કાઢીને 3900 પરિણામોનું સંકલન કરેલ હતું. 1729 નંબરને રામાનુજ નંબરથી ઓળખાય છે, કારણ કે તે સૌથી નાની સંખ્યા છે, જેને બે અલગ-અલગ ક્યુબ્સના સરવાળા તરીકે બે અલગ-અલગ રીતે વ્યક્ત કરી શકાય છે.આજનો દિવસ છાત્રો માટે ‘ગણિતની પ્રતિભા’ તરીકે પણ ઓળખાય છે. ગણિત-વિજ્ઞાનના સમન્વયથી દુનિયા બદલી શકાય છે. વૈશ્ર્વિકસ્તરે પ્રથમ ગણિત દિવસ 14 માર્ચ 2007 ના રોજ ઉજવણી થયો હતો. 2010 માં વિશ્વ ગણિત દિવસે ગણિતની સૌથી મોટી ઓનલાઇન ગણિત સ્પર્ધા યોજાય હતી, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આજના યુગમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનું શિક્ષણમાં વિશેષ મહત્વ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા અને તેના વ્યાપ વિશે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા-જુદા વિચારો ધરાવે છે. ગણિત શાસ્ત્રએ સંખ્યા, માળખાં, અવકાશ અને ફેરફારનો અભ્યાસ છે. ગણિતજ્ઞો તેના વિવિધ પ્રયોગોથી તેના ઉપયોગથી નવી ધારણાઓ બનાવવા કરે છે. ગણિતીય સમજ આપણને કુદરત વિશે આંતર દ્રષ્ટિ અને આગાહીઓ પુરી પાડે છે. ગણિત શાસ્ત્ર અંગેની ઉગ્ર દલીલો સહુ પ્રથમ ગ્રીક ગણિત શાસ્ત્રમાં જોવા મળે છે.
ગણિત જેને આજના ભણતરનો પાયો ગણવામાં આવે છે.ગણિત શીખીએ વિદ્યાર્થી પોતાનું ઉજ્વળભવિષ્ય બનાવી શકે છે.ગણિતને આજે જીવનમાં ખૂબ વધુ મહત્વ આપવામાં આવે છે.ગણિત વિષયને બનાવવા માટે પહેલાનાં સમયમાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, મહાવીર, ભાસ્કર વગેરે મહાન પુરુષોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાંના એક મહાપુરુષ છે શ્રીનિવાસ રામાનુજન જેણે નાની ઉમરમાં ગણિત ક્ષેત્રે પોતાનું સવિશેષ યોગદાન આપ્યું છ.
રામાનુજે તેના પરિણામે તેમણે વિશ્વને અપૂર્ણાંક, અનંત શ્રેણી, નંબર થિયરી, ગણિતશાસ્ત્ર વિશ્લેષણ ( મેથેમેટિકલ એનાલીસિસ ) વગેરે આંતરિક ગણિતના વિષયોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપીને ગણિતના ઇતિહાસમાં અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આવા મહાન વ્યકિતએ 32 વર્ષની ઉંમરમાં જ આપણા વચ્ચેથી વિદાય લીધી હતી.વર્ષ 2015માં તેમના જીવન પર એક ફિલ્મનું નિર્માણ થયુ હતું.
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગણિત પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢી ભવિષ્યમાં શિક્ષણ પ્રત્યે ગણિત પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે તેના માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે ગણિતશાસ્ત્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિબિર દ્વારા તાલીમ આપવામાં આવે છે . ઈ.સ 1976 માં ટ્રીનીજ કોલેજના પુસ્તકાલયમાં એક જૂનું પુસ્તક મળી આવ્યું હતું, જેમાં પ્રમેય અને ઘણા સૂત્રો લખાયેલા હતાં.હજી સુધી આ પ્રમેયનું નિરાકરણ કાઢવા કોઈ સક્ષમ નથી.આજના સમયમાં આ બુકને ‘ રામાનુજન બુક ‘ તરીકે ઓળખવામાં આવે છે.
ગાણિતિક શોધ કરનાર છઠ્ઠી સદી પૂર્વે થેલ્સ પ્રથમ વ્યક્તિ હતો
છઠ્ઠી સદી પૂર્વે સેલ્સ નામના માણસે ગાણિતિક શોધ કરી હતી. આ સમયમાં ગણિત શબ્દોનો ઉપયોગ પાયથાગોરિયનો દ્વારા થયેલ હતો. ચોથી સદી પૂર્વે ચીનમાં ગુણાકાર કોષ્ટક નો ઉપયોગ થતો હતો. 15 મી સદીમાં ઇટાલી નજીકના એક ગામમાં એક ગણિત શિક્ષકે ટ્રેવિસો અંકગણિતનું પુસ્તક પ્રકાશિત કરેલ હતું. 2001 માં નોર્વેના ગણિતશાસ્ત્રી નિલ્સ એબલનાં નામ પરથી એબેલ પુરસ્કાર ની સ્થાપના કરાય હતી. ગણિત વિષયની ધ મેન, હિડન ફિગર્સ, ભેટ, એ બ્રિલિયન્ટ યંગ માઈન્ડ જેવી ફિલ્મો પણ આવી હતી. ગણિતના કોયડાઓ આજે દુનિયાભરમાં જાણીતા બન્યા છે, તો સોશિયલ મીડિયામાં પણ ગાણિતિક કોયડા પ્રચલિત છે.