ભારત દેશ અર્થવ્યવસ્થાની સાથોસાથ સરક્ષણ ક્ષેત્રે પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી મોદી મંત્ર વન એટલે કે અર્થવ્યવસ્થા અને મોદી મંત્ર હતું એટલે કે સુરક્ષા મુદ્દે આગળ વધશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય કરારો થયેલા છે જેમાં ફ્રાન્સ ભારતને સંરક્ષણ અને સુરક્ષા પુરી પાડવા માટે કવાયત હાથ ધરી છે. માધવી પક્ષીય કરારને ધ્યાને લઈ હાલ અરબી સમુદ્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ નેવલ એક્સરસાઇઝ ચાલી રહી છે. પ્રાત માહિતી મુજબ ભારત ફ્રાંસ વચ્ચે થયેલા કરારોમાં દરિયાઈ સુરક્ષા પ્રમુખ મુદ્દો છે અને આ યુદ્ધ કવાયતમાં ફ્રાન્સે પોતાનું એરક્રાફ્ટ કેરિયર અને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ આગામી પાંચ દિવસીય યુદ્ધ કવાયતમાં મોકલવામાં આવ્યું છે.
બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોને ધ્યાને લઈ
‘વરુણ’ યુદ્ધ કવાયત શરૂ, સરક્ષણ ક્ષેત્રે પણ ફ્રાન્સ ભારતની વ્હારે
ભારતે પણ પોતાની ઇન્ડિજીનિયસ ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેનાઈ પછી મેરિટાઇમ પેટ્રોલ લોંગ રેન્જ એરક્રાફ્ટ. ગાઈડેડ મિસાઈલ , હેલિકોપટર સહિત મિગ 29 એરક્રાફ્ટ યુદ્ધ કવાયતમાં મોકલવામાં આવ્યા છે. યુદ્ધ કવાયતમાં ઉચ્ચ સ્તરીય એર ડીફેન્સ એક્સરસાઇઝ, સરફેસ ફાયરિંગ, હેરી ટાઈમ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને બંને દેશો પોતાની યુદ્ધ કવાયત પણ પરસ્પર રીતે દેખાડશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારથી ભારતને દરિયાઈ સુરક્ષા અર્થે ઘણો ફાયદો પણ પહોંચશે. સરકારનું માનવું છે કે બંને દેશો વચ્ચે જે યુદ્ધ કવાયત હાથ ધરાય છે તેનાથી બંને દેશોને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે અને આવનારા સમયમાં બંને દેશો વચ્ચે સંબંધો પણ વધુ ગાઢ બનશે.
ગત વર્ષે ભારત અને ફ્રાન્સે ઇન્ડિયન પોર્શનમાં ગરુડ એર કોમ્બેટ એક્સરસાઇઝ શરૂ કરી હતી અને દરિયાઈ યુદ્ધ કવાયત માં પણ બંને દેશો સહભાગી બન્યા હતા. ભારત અને ફ્રાન્સ વચ્ચે જે દ્વિપક્ષીય ખરારો થયા છે તેમાં ફ્રાન્સ સબમરીન બિલ્ડીંગ અને મિરાજ 2000 ફાઈટર જેટને અપગ્રેડ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.