મ્યાનમારમાં સેનાએ દ્વારા થઈ રહેલી હિંસા પર શુક્રવારે ભારતે Arria formula meetingમાં પોતાનું મંતવ્ય રજુ કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ, કે નાગરાજ નાયડુએ કહ્યું હતું કે ભારત મ્યાનમારમાં થઈ રહેલી હિંસા પર નિંદા વ્યક્ત કરે છે, અને લોકોના મોત પ્રત્યે ગહન શોક વ્યક્ત કરે છે.
નાયડુએ કહ્યું કે, “બને એટલું નિયમનું પાલન કરવું અને માનવ સિદ્ધાંતો જાળવવા પર મહત્ત્વનું આપવું. મ્યાનમાર સાથે દેશની જમીન અને દરિયાઇ સરહદ અને મ્યાનમારના લોકો સાથેની ગાઢ મિત્રતાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિને શાંતિપૂર્ણ નિરાકરણ કરવાની ખાતરી આપી, અને આ પરિસ્થિતિનું નિરાકરણ કરવા ભારતનું ઘણું બધું દાવ પર લાગ્યું છે. મ્યાનમારમાં ચાલતી રાજકીય અસ્થિરતાના ગંભીર પ્રભાવ અને એની અસરો દેશની સરહદો બહાર ફેલાવાથી શું થઈ શકે છે તેનાથી વાકેફ છીએ.”
નાયડુએ કહ્યું હતું કે, “કાયદાના શાસનને સમર્થન આપવું જોઈએ અને લોકશાહી પ્રક્રિયા, જેને ભારતએ લાંબા સમયથી અપનાવી છે, તેને આગળ વધારવી જોઈએ.” તેમણે કહ્યું કે મ્યાનમારની હાલત સુધારવાનું પ્રથમ અને સૌથી તાત્કાલિક પગલું સેના દ્વારા નેતાઓની અટકાયત કરવામાં આવી છે, તેને મુક્તિ આપવાનું હોવું જોઈએ.
આ સિવાય તેમણે કહ્યું કે, “મ્યાનમારમાં લોકશાહી પદ્ધતિને ટેકો આપવા માટેનાં પગલાં પર ભારત સહકાર આપવા સમર્થક છે. આ મામલે બંને દેશોએ એક બીજા સાથે કામ કરવા માટે પરિસ્થિઓ પ્રતિકૂળ બનાવી પડશે. આ સાથે અમે મ્યાનમારમાં જોડાવા અને આગળના બધા મુદ્દાઓ પર શાંતિપૂર્ણ રીતે હલ કરવાની તમામ પહેલને સમર્થન આપે છે.”
મ્યાનમારની સેનાએ 1 ફેબ્રુઆરીના રોજ રાજ્યના સલાહકાર Aung San Suu Kyiને જેલમાં પુરી દીધા હતા. ત્યારથી દેશમાં પાછું લોકશાહી સરકારને પુનસ્થાપિત કરવાની માંગ સાથે આ દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધીઓ સામે સુરક્ષા દળોએ કરેલી હિંસક કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.