- નવાવર્ષે રાજકોટના આંગણે ક્રિકેટ ફીવર
- ભારતીય મહિલા ટિમ નવા વર્ષના પ્રારંભે જાન્યુઆરી 2025માં આર્યલેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમશે જે તમામ 3 મેચ રાજકોટમાં જ રમાશે
ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ બોર્ડર-ગવાસ્કર ટ્રોફી હેઠળ 5 ટેસ્ટ મેચની શ્રેણી ચાલુ છે. આ ટેસ્ટ શ્રેણી 7 જાન્યુઆરીએ પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરિઝ રમશે.ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારતના પ્રવાસ પર આવશે. અહિ બંન્ને દેશો વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ રમાશે, જે પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે.એક ટી 20 મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ 6 ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ 9 ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ 12 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના 1 :30 કલાકથી શરુ થશે.જો કે તે પહેલા ભારતીય મહિલા ટિમ નવા વર્ષના પ્રારંભે જાન્યુઆરી 2025માં આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમશે જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે અને જેને લઇ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટિમ ક્રિકેટ રમશે અને તેમાં ઇન્ડિયા તેમજ આયર્લેન્ડ ટીમની મહિલા ખેલાડીઓ રાજકોટની મહેમાન બનશે. જયારે આ અગાઉ ભારતે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ સામે 3 વનડે સીરીઝ 2-1થી જીતી હતી, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આર્યલેન્ડ વુમન ટીમ સામે ત્રણ વન-રે મેચની સિરીઝ રમશે. જેમાં તા.10 જાન્યુઆરી 2025ના શુક્રવાર, 12 જાન્યુઆરી 2025ને રવિવાર અને તા.15 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ આ મેચ રમાશે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેચ રમવા માટે આવશે. ત્યારે આ કાર્યક્રમને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.