- કે.એલ રાહુલ ઇજાગ્રસ્ત : પડિકલ રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે મળ્યું સ્થાન
Rajkot News : રાજકોટ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ત્રીજો ટેસ્ટ મેચ તારીખ 15 ના રોજ રમાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે બંને ટીમોનું રાજકોટ ખાતે આગમન થઈ ચૂક્યું છે અને ભારત ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓએ આજે સવારના આકરી નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે વિરાટ કોહલી હવે એક પણ ટેસ્ટ રમશે નહીં તો સામે ભારતીય ટીમ માટે આધારભૂત કે એલ રાહુલ પણ ઇજાગ્રસ્ત હોવાના કારણે મેચ નહીં રમી શકે જેના બદલે દેવદત પડીકલ ને રિપ્લેસમેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જ ટેસ્ટ મેચ રમાયો હતો જેમાં એ મેચ ડ્રો થયો હતો. રાજકોટની વિકેટ બેટિંગ પેરેડાઇઝ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જે ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઇએ તે રન નો મોટો ઝુલો ખડકી દેવા માટે જ મેદાને ઉતરશે ત્યારે બંને ટીમ માટે એ જાણવું જરૂરી છે કે તેઓ બોલિંગ કઈ મુજબની ગોઠવે છે.
ત્રીજો ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ પોઝિટિવ ઈન્ટેન્ટ થીજ રમશે : ઓલી પોપ
ઇંગ્લેન્ડ ટીમના બેટ્સમેન ઓલીપોપે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓએ પરિવાર સાથે જે સમય પસાર કરી ટીમમાં પ્રવેશ કર્યો છે તેનાથી તેની બેટિંગને ગણો ફાયદો પહોંચ્યો છે. એટલું જ નહીં ઇંગ્લેન્ડની ટીમ પોઝીટીવ ઈન્ટેન્ટ સાથે જ ભારતીય ટીમ સામે ઉતરશે. સાથોસાથ તેને જણાવ્યું હતું કે ટીમના સિનિયર ખેલાડીઓ નું સાથ અને સહકાર જે રીતે મળ્યો છે તેનાથી જ બેટિંગમાં ઘણો સુધારો આવ્યો છે. ને વધુમાં ઉમેર્યું હતું કે ઈજાના કારણે તે ઘણા સમયથી ટીમથી વિમુક્ત રહ્યો હતો પરંતુ જ્યારે ટીમમાં સ્થાન મળ્યું તે જોતા સારું પ્રદર્શન આપવું એ પણ એટલું જ જરૂરી હતું અને જે તેને ખરા અર્થમાં કરી બતાવ્યું છે. તેને કહ્યું હતું કે તે ત્રીજા સ્થાન ઉપર બેટિંગ કરવાનું પસંદ ના જણાવ્યા બાદ જ કર્યું છે.
રાજકોટની વિકેટ ઉપર રમવું ખુબજ ગમે છે : કુલદીપ યાદવ
ભારતીય ટીમના સ્પીનબોલર કુલદીપ યાદવ એ જણાવ્યું હતું કે ટેસ્ટ મેચમાં જ્યારે પાંચ વિકેટ મળે કોઈ બોલરને તો તે ગૌરવની વાત છે . એટલું જ નહીં હાલ રાહુલ ત્રીજો ટેસ્ટ મેચની રમે તેનાથી તેમને અસર તો પડશે પરંતુ જે નવોદિત ખેલાડી જે છે તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તેને ટીમમાં સ્થાન મળવું એ પણ એક સારી વાત છે. વધુમાં તેને જણાવ્યું હતું કે તે દરેક સિચ્યુએશનને એન્જોય કરે છે. જણાવ્યું હતું કે રાજકોટની વિકેટ બેટિંગ તો છે જ પરંતુ સ્પીનરો માટે ખૂબ ઉપયોગી નીવડશે. સામે ભારતીય ટીમ એ માત્ર સ્પીનર એટલે કે બોલેરો ઉપર જ નહીં પરંતુ બેટીંગ ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે આવતીકાલે પણ હજુ એક સેશન હોવાથી ઘણો ફાયદો મળશે.