કોરોના કાળમાં ઘણા નાના મોટા ઉદ્યોગો પર માઠી અસર જોવા મળી છે છતાં પણ અમુક ઉદ્યોગો એવા છે જેમાં વિકાસનો દર ઘટવાને બદલે વધી રહ્યો છે.
અમૂલના એમ.ડી. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિમાં પણ ટર્ન ઓવરમાં બે ટકાનો વધારો નોંધાયો છે.

આર. એસ. સોઢીએ જણાવ્યું કે, ગયા વર્ષે વૃદ્ધિ ધીમી પડેલ, ઉપરાંત આ વર્ષે તેમને સેલ્સમાં બાઉન્સબેક થવાની સંભાવના હતી. અમે ગયા નાણાકીય વર્ષ દરમિયાન ટર્નઓવરમાં બે ટકાનો વિકાસ હાંસલ કરી રૂ .39,200 કરોડ કર્યો છે. નોંધનીય છે કે અમુલે 2019-20માં 17 ટકા રેવેન્યુ સાથે 38,550 આવક નોંધાઈ હતી.

ગત નાંણાકીય વર્ષમાં દૂધ, ચીઝ, દહીં, માખણ અને પનીર જેવા તેના બ્રાન્ડેડ ગ્રાહક ઉત્પાદનોના ટર્નઓવરમાં આશરે 9%નો વધારો થયો છે. ઉનાળા દરમિયાન દેશવ્યાપી લોકડાઉનના કારણે, આઇસક્રીમનું વેચાણ ગત નાણાકીય વર્ષમાં 35% નીચે ગયું છે, તેમણે જણાવ્યું હતું કે દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોનો ઘરેલુ વપરાશ મજબૂત છે પરંતુ હોટલ, રેસ્ટોરાં અને કાફેટેરિયાની માંગમાં ભારે અસર થઈ હતી, અમુલ 360 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ કેપેસિટી ધરાવે છે.
“અમે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડબલ-અંક વૃદ્ધિ પર પાછા આવવાની અપેક્ષા રાખીએ છીએ. સહકારી મંડળીઓ દરરોજ 150 લાખ લિટર દૂધ વેચે છે. જેમાં રાજ્ય પ્રમાણે લિટરની ગણતરીમાં ગુજરાત 60 લાખ, દિલ્હી-એનસીઆરનું 35 લાખ લિટર અને મહારાષ્ટ્ર 20 લાખ લિટર દૂધ વેચે છે.

જણાવી દઈએ કે ઈનપુટ ખર્ચમાં નોંધાયેલા વધારાને કારણે થોડા દિવસો પેહલા જ, અમુલએ લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો હતો, અમૂલ પોતાના ભાવને લઈને સ્પષ્ટ છે. 1 જુલાઈએ થયેલ ભાવ વધારો વધારે દોઢ વર્ષ પછી નોંધાયેલ છે. ભાવ સુધારણાને લઈને કંપનીએ જણાવ્યું હતું કે ભાવ સુધારણા તેના દૂધ ઉત્પાદકોને લાભદાયક દૂધની કિંમતો ટકાવી રાખવામાં અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.”

કંપની પોલિસી પ્રમાણે, દૂધ અને દૂધના ઉત્પાદનો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રત્યેક રૂપિયાના 80 પૈસા જેટલું દૂધ ઉત્પાદકોને પસાર કરે છે.
ઉત્પાદકોને લાભદાયક દૂધની કિંમતો ટકાવી રાખવામાં અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.
[12:46 PM, 7/5/2021] Jagruti ABTAK Digital: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એકસાથે 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત કેડરના 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ અધિક નિવાસી ક્લેક્ટર બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન કેતન ઠક્કરની રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટર હર્ષદ વોરાની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.

 

Amul

એમ. કે.જોશી (કચ્છ-ભુજ, ડાયરેક્ટર- જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી)ની બદલી પોરબંદર નિવાસી અધિક કલેકટર એસ.ડી.ધાનાણીની જગ્યાએ કરવામાં આવી છે. જ્યારે એ. આઈ. સુથાર, (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાબરકાંઠા )ની બદલી મહિસાગરના લુણાવાડામાં એડિશનલ કલેકટર તરીકે કરાઈ છે. બી.વી. લિંબાચીયા,(પ્રાદેશિક પરિવહન અધિકારી, અમદાવાદ)ની બદલી ગીર સોમનાથના અધિક નિવાસી કલેકટર જે.એસ. પ્રજાપતિના સ્થાને કરાઈ છે. કે.પી. જોશી (નિવાસી અધિક કેલકટર-મોરબી)ની બદલી નવસારીના કે.જે.રાઠોડના સ્થાને કરાઈ છે.

અમરેલીના અધિક નિવાસી કલેકટર એ.બી પાંડોરની દાહોદના અધિક નિવાસી કલેકટર એમ.જે. દવેની જગ્યાએ બદલી કરાઈ છે. જ્યારે જુનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે ડી.કે. બારીયાની છોટાઉદેપુરના અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવાની જગ્યાએ બદલી કરાઈ છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર. વી. વાળાની અમરેલીના અધિક નિવાસી કલેકટર એ.બી.પાંડોરની જગ્યાએ બદલી કરાઈ છે. જ્યારે ગીર સોમનાથના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી. એમ. પ્રજાપતિની મહેસાણાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર મનિષા પટેલના સ્થાને બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. જોશીની ગ્રામ્ય જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર ઇલાબેન ગોહિલની જગ્યાએ બદલી કરવામાં આવી છે. ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.એન. ખેરની દ્વારકાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર વાય.ડી. શ્રીવાસ્તવના સ્થાને મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.