ચીનમાં વર્ચસ્વ જમાવવાના પ્રયાસથી નારાજ
૧૫૦ દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં રહેશે ઉપસ્થિત જયારે જગત જમાદાર અમેરિકાએ પણ બેઠકનો વિરોધ કર્યો
કહેવાય છે કે, ભાઈ-ભાઈ. આ માહોલની અપેક્ષા અને માત્ર વાતો કરી ભારતના સૌથી નિકટના પડોશી ચીન કયારેય રાજનૈતિક કુટનીતિમાં ભારતના હકક-હિતને અગ્રતા આપી નથી તથા જયારે જયારે તક મળી છે ત્યારે ચીન સ્વહિત સાધક રાષ્ટ્ર બની જાય છે. ચીનની આ સ્વાર્થી નીતિનો એકમાત્ર સૈદ્ધાંતિક રીતે ભારત ચીનની કુટનીતિ સામે ખુલ્લેઆમ સામે આવનારો દેશ બન્યો છે. ભારતે ચીનના મહત્વકાંક્ષી બેલ્ટ ફોરમ પ્રોજેકટનો વિરોધ કર્યો છે.
ચીન દ્વારા અબજો ડોલરના ખર્ચે હાથ ધરાનારા બેલ્ટ ફોરમ પ્રોજેકટ ચીન અને પાકિસ્તાનના આર્થિક સહયોગ પ્રોજેકટમાં સમાવેશ થયેલો છે જે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી થઈ પસાર થાય છે. તેની સામે ભારતે શ‚આતથી જ વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં જ ચીને રોડ ફોરમની ત્રણ દિવસીય પરિષદનું આયોજન કર્યું છે અને શ‚ થનારી આ ત્રિદિવસીય પરિષદના માધ્યમથી ચીન આંતરરાષ્ટ્રીય જયારે વિનીમય ક્ષેત્રે પોતાની સત્તા પ્રસ્થાપિત કરવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે ભારતે સૈદ્ધાંતિક ધોરણે આ પ્રવૃતિનો વિરોધ નોંધાવ્યો છે.
ભારત એકમાત્ર દેશ છે કે જે ચીનના આ ૧૫૦ દેશના પ્રતિનિધિઓ સાથેની પરિષદમાં હિસ્સો ન લેવા નિર્ણય કર્યો છે. ભારત-ચીનના બેલ્ટ ફોરમ પ્રોજેકટનો એટલા માટે વિરોધ કરી રહ્યું છે કે, આ પ્રોજેકટ આંતરરાષ્ટ્રીય ધોરણે વિવાદાસ્પદ પ્રદેશ તરીકે જાહેર થયેલા પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાંથી પસાર થાય છે. ભારત આ પ્રોજેકટના વિરોધમાં અન્ય કારણો સબબ પણ વિરોધ કરી રહ્યું છે. ચીન અપારદર્શક રીતે પોતાની મનમાનીથી વિકસીત દેશોને બળજબરીથી આ પ્રોજેકટમાં ઢસડી રહ્યું છે.
મલેશીયા, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશોએ અનેક ચાઈનીઝ કંપની સાથે કરારો પુરો કરી નાખવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ પણ કેટલાક મુદ્દાઓને લઈ આ બેલ્ટ ફોરમ પ્રોજેકટનો સૈદ્ધાંતિક વિરોધ નોંધાવી બેઠકમાં ઉપસ્થિત ન રહેવાનું પણ જણાવ્યું છે. ચીન આ બેઠકને પોતાના શક્તિ પ્રદર્શનને નિમીત બનાવવા માંગે છે ત્યારે ભારતે ચીનના આ પ્રયાસ સામે સૈદ્ધાંતિક વિરોધ નોંધાવી બેલ્ટ ફોરમ સમીટમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી ચીન સામે મોટો પડકાર ઉભો કર્યો છે.