બીલ અને મીલીન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારત ૧૫૪ માં ક્રમ

:વૈશ્ર્વિક સ્તરે સ્વાસ્થ્ય બાબતે હાથ ધરાયેલા સર્વેક્ષણમા ચોકાવનારી વિગતો બહાર આવી છે સ્વાસ્થ્ય બાબતે નબળા દેખાવ બદલ ભારત દીન-પ્રતિદિન ઉણુ ઉતરતુ જાય છે. જે અન્વયે ભારતને વિશ્ર્વસ્તરે ૧૫૪ મું સ્થાન પ્રાપ્ત થયું છે. જે ચાઇના કરતા તો પાછળ છે જ પણ  આપણા પાડોશી દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશ કરતા પણ ઉતરતો ક્રમ પ્રાપ્ત થયો છે. આ પરથી અભ્યાસના તારણો મુજબ દેશના સામાજીક અને આર્થિક વિકાસ અર્ંતગત છેલ્લા ૨૫ વર્ષોમાં સ્વાસ્થ્ય બાબતના ઘ્યેયોમાં મોટુ ગાબડું જોવા મળ્યું છે. ૧૯૯૦ થી ૨૦૧૫ અંતગત સ્વાસ્થ્યમાં ૧૪૧ ટકાનો વધારો થયો છે. ૧૯૯૦ માં સ્વાસ્થય ક્ષેત્રે ૩૦.૭ તો ૨૦૧૫માં ૪૪.૮ ટકા દર્શાવે છે. આ અંગેના નબળા દેખાવોમાં ટયુબર કયુલોસિસ,  ડાયાબીટીસ, રહ્યુમેટીક હાર્ટ ડીસીઝ અને ક્રોનિડ ડીસીઝ નો સમાવેશ થાય છે.

આ સર્વેક્ષણ બીલ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા ૧૯૫ દેશોને સમાવતા સ્વાસ્થ્યના તારણો ૧૯૯૦ થી ૨૦૧૫ પરથી હાથ ધરવામાં આવ્યા છે. જે અર્ંતગત ૩૨ બિમારીઓની અસરકારક સ્વાસ્થ્ય સંભાળમાં દેશ દર વર્ષે પાછળ ધકેલાતો જાય છે.

નીઓનેટલ ડીસઓર્ડરમાં આ આંક ૧૪, ટયુબે રકયુલોસીસમાં ૨૬ તેમજ રહયુમેટીક હાર્ટ ડીસીઝ માં ૨૫ હાઇપર ટેન્શન તેમજ હાર્ટની બિમારીઓમાં આ આંક ૩૩ ટકા નોંધાયો છે. ડાયાબીટીસ, ક્રોનિક કિડની ડીસીઝમાં આ આંક અનુક્રમે ૩૮,૨૦ અને ૪૫ ટકા રહ્યો હતો.

આ અંગે પ્રસારિત થયેલા અન્ય સમાનતા ધરાવતા દેશોના આંક સાથે ભારતની સરખામણી કરતાં સ્વાસ્થ્ય બાબતે આ આંકડામાં ખાસ્સી વિવિધતા તેમજ ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આ ક્ષેત્રે ચાઇનાએ ક્રમ અંગે ભારત કરતાં ખાસ્સો વિકાસ ૮૨માં ક્રમથી ૭૨માં ક્રમ મેળવ્યો છે. શ્રીલંકા ૭૩માં ક્રમે, જયારે બ્રાઝીલ અને બાંગ્લાદેશનો અનુક્રમે ૬૫ અને પર નો નંબર મળ્યો છે. જયારે ભારતી પાકિસ્તાન કરતા ૪૩ અંક આગળ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.