સિરીઝને ક્લીન સ્વીપ કરવા માટે ભારત મેદાનમાં ઉતરશે જ્યારે ઝિમ્બાબ્વે પ્રતિષ્ઠા માટે રમશે
ઝીમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મેચની સીરીઝ ભારતે 2-0 થી જીતી લીધી છે. આજે જે ત્રીજો મેચ રમાશે તેમાં ભારતની જીત નિશ્ચિત હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે અને તે વાતને ધ્યાને લઈને જ ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. જ્યારે ઝીંબાબ્વેની ટીમ પ્રતિષ્ઠા બચાવવા માટે ત્રીજો વન-ડે રમવા માટે આવશે.
ઝિમ્બાબ્વે સિરીઝ ભારત માટે જાણે એશિયા કપ ના વોર્મ અપ મેચ સમાન સાબિત થઈ છે અને આ સિરીઝમાં ભારતીય ટીમ દ્વારા જે ભૂલો કરવામાં આવેલી હોય તેનું પુનરાવર્તન ન થાય તે માટે ટીમ મેનેજમેન્ટ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
તારા સમયમાં એશિયા કપ બાદ વનડે વિશ્વ કપ નું આયોજન થવા જઈ રહ્યું છે જેના માટે અત્યારથી જ ભારતીય ટીમ પોતાનું આગવું પ્રદર્શન કરી આગળ વધી રહી છે ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે મેચ રમી ટીમ મેનેજમેન્ટ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ખેલાડીઓ દ્વારા કયા ક્ષેત્રમાં ભૂલો થઈ રહી છે જે મોટા મેચ અને મોટી સિરીઝમાં ન થાય તે જરૂરી છે. ત્યારે ભારતે નબળી ઝીંબાબવે ટીમને કચડી નાખી છે.
ભારતીય ટીમના સુકાની કે એલ રાહુલે પણ ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપવા માટે પ્રેરિત કર્યા છે અને આગામી દિવસોમાં જે મોટી સિરીઝ અને મોટા મેચો આવશે તેમાં ટીમ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવે તે દિશામાં પણ તેઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.