અંડર-19 મહિલા વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું વિજેતા અભિયાન ચાલુ છે. ભાઈઓ તો ભાઈઓ બહેનો પણ કમ નહિ તે વુમન અંડર 19 ટીમે સાર્થક કર્યું છે. તાજેતરમાં જ ભારતીય ટીમે લંકા સામે મોટા માર્જિનથી જીત મેળવી હતી. 16 જાન્યુઆરીના રોજ બેનોનીમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા એ યુએઈને 122 રનથી હરાવ્યું હતું. ભારતે ઞઅઊને જીતવા માટે 220 રનનો ટાર્ગેટ હતો પણ યુએઈ ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી હતી.
શેફાલી-શેરાવતની ફિફટી: 220 રનના લક્ષયાંક સામે યુએઈના 20 ઓવરમાં 97/5
ભારતીય ટીમની આ મોટી જીતમાં કેપ્ટન શેફાલી વર્મા અને વાઈસ કેપ્ટન શ્વેતા સેહરાવતે મહત્વની ભૂમિકા ભજવી હતી. શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે મેચ દરમિયાન તોફાની ઇનિંગ્સ રમી હતી. મેચના અંતમાં શ્વેતાએ અણનમ 74 રન બનાવ્યા હતા અને શેફાલી વર્માએ 78 રનની ઇનિંગ રમી હતી. આવતા મેચની વાત કરી તો ભારતીય ટીમ તેની છેલ્લી ગ્રુપ-ડી મેચમાં 19 જાન્યુઆરીએ સ્કોટલેન્ડ સામે ટકરાશે. સાથે જ ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું.
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી જેમાં ઓપનર શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે 8.3 ઓવરમાં 111 રનની ભાગીદારી કરી હતી. યુએઈના બોલર નંદાકુમારની બોલિંગ દરમિયાન શેફાલી વર્માને મહિકા ગૌરે કેચ આઉટ કરીને બંનેની ભાગીદારી તોડી હતી. જો કે આઉટ થતા પહેલા શેફાલી વર્માએ પોતાનું કામ કરી લીધું હતું. જણાવી દઈએ કે શેફાલી વર્માએ પોતાની ઇનિંગમાં માત્ર 34 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા.