ભારત વિવિધ રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે એશિયન ગેમ્સમાં ભારત પોતાનો 72 વર્ષ જૂનો ઈતિહાસ બદલ્યો છે. આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલની પુષ્ટિ થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં આવું બન્યું ન હતું. આ વખતની એશિયન ગેમ્સમાં ભારતે 13મા દિવસ સુધી 95 મેડલ જીત્યા છે અને આજે 14માં દિવસે ભારતે વધુ 5 મેડલ પોતાના નામે કરી લીધા છે અને 25 ગોલ્ડ સાથે ભારતે 100 મેડલ પોતાના નામે કર્યા છે. અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભારતના ઓછામાં ઓછા 9 વધારાના મેડલ પણ નિશ્ચિત થઈ ગયા છે. શુક્રવારે ભારતની પુરુષ હોકી ટીમે જાપાન સામે શાનદાર જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આજે મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં 26-24થી જીત મેળવી હતી.
ગોલ્ડ સાથે ભારતીય મેન્સ હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય: 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બૉન્ઝ ભારતના ખાતામાં
ભારતીય પુરૂષ ક્રિકેટની વાત કરીએ તો ભારતે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેઓ આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ કારણે ભારતને મેન્સ ક્રિકેટમાં પણ મેડલની ખાતરી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવે છે તો ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારત મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે.
આ સિવાય આજે પહેલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને બે મેડલ મળ્યા છે. ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં બે ભારતીય તીરંદાજો વચ્ચે મુકાબલો હતો. આવી સ્થિતિમાં, દેશને બંને મેડલ મળવાની ખાતરી હતી, પરંતુ બંનેએ વ્યક્તિગત રીતે મેડલનો રંગ નક્કી કરવાનો હતો. ઓજસે 149ના સ્કોર સાથે ગોલ્ડ અને અભિષેકે 147ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આજના દિવસની શરૂઆતમાં જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જિનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીને હરાવ્યા. ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં તમામ સ્પર્ધા જીતી હતી.
ભારત પાસે કેટલા મેડલ
- ગોલ્ડ: 25
- સિલ્વર: 35
- બ્રોન્ઝ: 40
- કુલ: 100
મહિલા કબડી ટીમે દેશને 100મો ગોલ્ડ અપાવ્યો
એશિયન ગેમ્સ 2023માં ભારતે 100મો મેડલ જીત્યો છે. મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં ચાઇનીસ તાઇપેને 26-24થી હરાવી જીત મેળવી હતી.