ભારત અને ચીનની કંપનીઓ સંગઠન બનાવી ક્રુડ ઓઈલના ભાવમાં બાર્ગેનીંગ કરાવશે

ઓપેકના ભાવ વધારાી ભારત અને ચીનની ઈકોનોમીને સીધી અસર

ભારત અને ચીન વિશ્ર્વમાં ૧૭ ટકા ઈંધણનો ઉપયોગ કરે છે. બન્ને દેશો વિશ્વમાં સૌથી વધુ ક્રુડનો ઉપયોગ કરનારા દેશો પૈકીના છે. જો કે ક્રુડનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેક દ્વારા મોનોપોલીના કારણે બન્ને દેશોના ર્અતંત્રને ફટકો પડે છે. જેથી ભારત અને ચીને ઓપેક દેશોની મોનોપોલી તોડવા હાથ મિલાવ્યા છે.

ભારત અને ચીન ક્રુડ ખરીદદાર દેશોનું સંગઠન બનાવવા તૈયાર યા છે. આ સંગઠન ઓપેકના ભાવ વધારા સામે લડી લેશે. અવાર-નવાર ભાવમાં તથા વધારાનો વિરોધ આ સંગઠન કરી શકશે અને એક સાથે મળી પગલા લેશે. ભારત અને ચીનની ઓઈલ કંપનીઓ એકબીજા સાથે હાથ મિલાવી વૈશ્વિક કક્ષાએ પોતાની મનમાની ચલાવતા ઓપેક સામે મોરચો માંડશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા દેશ છે. સુપર પાવર બનવા માટે ઉર્જા મુખ્ય સોર્સ છે. જો કે, આ સોર્સની ચાવી હાલ ઓપેક સંગઠન પાસે છે. ઓપેકના ભાવ વધારાી ભારત અને ચીનની ઈકોનોમીને સીધી અસર પહોંચે છે. તાજેતરમાં જ ચાઈના નેશનલ પેટ્રોલીયમ કોર્પોરેશનના ચેરમેન વાંગ યીલીન તથા લી ફેંગરોગ સાથે ભારતીય કંપનીઓને બેઠક મળી હતી. ઉર્જા ક્ષેત્રે પ્રતિસ્પર્ધા કરવાની જગ્યાએ હાથ મિલાવી ચાલવાનો નિર્ણય બન્ને દેશોએ લીધો છે. જો ઓપેક બન્ને દેશોને સા નહીં આપે તો અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવાની તૈયારી પણ બતાવવામાં આવી છે.

ઓપેક સંગઠન ભારત અને ચીન માટે ઓઈલના ભાવમાં ઘટાડો કરે તેવું બન્ને દેશો ઈચ્છી રહ્યાં છે. પરિણામે આ સંગઠન ઉપર યેનકેન પ્રકારે દબાણ લાવવામાં આવશે. ઔદ્યોગીક ક્ષેત્રે સ્પર્ધા કરવી યોગ્ય છે પરંતુ બન્ને દેશોના સમાન હિત હોય ત્યાં સાથે મળવી આગળ ચાલવાની રણનીતિને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઉર્જા ક્ષેત્રે ભારત અને ચીનના હિત સમાન છે.

બન્ને દેશોની કંપનીઓ ક્રુડની ખરીદી સમયે સો મળીને બાર્ગેઈન કરે તેવો પણ નિર્ણય લેવાયો છે. હાલ ભારતની ક્રુડ કંપનીઓ આ રીતે બાર્ગેઈની આગળ વધી રહી છે. આ ઉપરાંત ભારત ચીનની કંપની પાસેી ક્રુડ ખરીદે તેવો પણ વિચાર મુકાયો છે. દા.ત. જો ચીનની કંપની ઈરાકી ક્રુડ ખરીદે અને તે ક્રુડ ભારતીય રિફાઈનરીમાં મોકલવામાં આવે તો ભાવમાં ફેર પડી શકે તેમ છે. બન્ને દેશો વચ્ચે ઓઈલ ખરીદીનું કોમ્પીટીશન અટકશે અને ભાવ પણ નિયંત્રણમાં રહેશે. ક્રુડની ખરીદીમાં ૧ પૈસાનો તફાવત પણ વર્ષે કરોડો રૂપિયાની બચત કરાવી શકે છે.

ઇંધણનો કરકસરયુક્ત ઉપયોગ કરવા સરકાર નવા નિયમો લઇ આવે છે

પેટ્રોલ-ડિઝલ અને ગેસ સહિતના ઈંધણનો લોકો તેમજ તંત્ર કરકસરયુક્ત ઉપયોગ કરે તે માટે સરકાર નવા નિયમો લઈ આવી રહી છે. જેના હેઠળ હવેથી ઈ-વાહનો બનાવનાર કંપનીઓને વધુને વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત અગાઉ ઈલેકટ્રીક વાહન ખરીદનારાઓને પણ પ્રોત્સાહિત કરવાનો વિચાર મુકાયો હતો. કાર, અને ટુ-વ્હીલર્સમાં ઈલેકટ્રોનીક સંચાલીત વાહનોને અગ્રતા અપાશે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં ઈંધણનો ઉપયોગ ૩૦ ટકા સુધી ઘટાડી દેવાનો વિચાર પરિવહન મંત્રાલયનો છે. ઈલેકટ્રીક વાહનોને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓટો રીક્ષા તેમજ ટેક્ષી સ્વરૂપે ચલાવવા પરમીટ નહીં લેવી પડે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરને ઈલેકટ્રોનિકસ વાહનો સસ્તા અપાશે. કંપનીઓને વધુને વધુ ઈ-વાહનોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.