“સર્વે ભવન્તુ સુખિન:” એ આપણી સંસ્કૃતિ
પાકિસ્તાનમાં ઘઉંનો ભાવ અધધધ રૂ.250 પ્રતિ કિલો, જો તે મદદ માંગે તો ભારત મદદ કરે
પાકિસ્તાનમાં આર્થિક અસ્થિરતા અને અનાજની અછત પર બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે ગુરુવારે કહ્યું કે જો પાકિસ્તાન મદદ માંગે તો ભારત તેને ઘઉંનો સપ્લાય કરી શકે છે. તેમણે કહ્યું કે આપણે “સર્વે ભવન્તુ સુખિન:” માં માનીએ છીએ.
કૃષ્ણ ગોપાલે કહ્યું કે અમને એ જાણીને દુઃખ થાય છે કે પાકિસ્તાનમાં ઘઉં રૂ. 250 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ભારતમાં ઘઉં સરપ્લસ છે. ભારત પાકિસ્તાનને 25 થી 50 લાખ ટન ઘઉં આપી શકે છે, પરંતુ તેની માંગ નથી. દિલ્હીમાં ફિલ્મ નિર્માતા ઈકબાલ દુર્રાની દ્વારા આયોજિત સામવેદના ફારસી અનુવાદ સંબંધિત એક કાર્યક્રમમાં કૃષ્ણ ગોપાલે કહ્યું કે પાકિસ્તાને ભારત પ્રત્યે દુશ્મનાવટનું વલણ બદલવું પડશે. પાકિસ્તાન મુશ્કેલીમાં છે. કોરોના કાળ દરમિયાન ભારતે વિશ્વની મદદ કરી
સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે કહ્યું કે પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ જો તે સાચા દિલથી મદદ માંગશે તો અમે મદદ કરીશું. રોગચાળા દરમિયાન દેશોને ભારતની મદદના ઉદાહરણો ટાંકતા તેમણે કહ્યું કે ભારતે કોરોના સંકટ દરમિયાન વિશ્વની મદદ કરી.
ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ગોપાલે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાનું વર્તન અને વલણ નહીં બદલે ત્યાં સુધી વાતચીત શક્ય નથી. પાકિસ્તાને આતંકવાદીઓને તાલીમ આપવાનું બંધ કરવું પડશે.
તેમણે કહ્યું, ‘ભારતમાં રહેતા મુસ્લિમો વિભાજન પછી વિકસ્યા. તેમની વસ્તી ત્રણ કરોડથી વધીને લગભગ 14.5 કરોડ થઈ ગઈ છે, પરંતુ પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે.