ભારતને ચાઇનીઝ મૂડીરોકાણના સ્થાને ઇનોવેશન અને ટેકનોલોજીની જરૂરિયાત
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે ભારતને હજુ ઘણું કરવાનું બાકી
મહામારીએ નિકાસ ક્ષેત્રે ભારત માટે નવા દ્વાર ખોલી કાઢ્યા અને આત્મનિર્ભર બનવા મોકળું મેદાન આપ્યું
છેલ્લા થોડા દાસકાઓમાં જ ચાઈનીઝ ઇનોવેશન અને ટેકનોલોજીનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે. ભારત અને ચીનની સરખામણીમાં ભારત ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે જ ચીનની પાછળ છે. હવે આત્મનિર્ભરતાના આ અભિયાનમાં ભારતને ચાઈનીઝ મૂડીરોકાણના સ્થાને ચાઇનીઝ ટેકનોલોજીની જરૂરિયાત વધુ છે.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે. જોકે, ભારત વિશ્વના અન્ય દેશો માટે મોટું માર્કેટ બની ગયું છે. વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં વ્યાપાર કરવા અત્યાર સુધી થનગનતી રહી છે. ત્યારે હવે ઉત્પાદન અને સેવાઓના ક્ષેત્રોમાં પણ ભારત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભરતા માટે કરેલી જાહેરાત બાદ કેન્દ્ર સરકારે એક પછી એક મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના મહત્વનો ભાગ ભજવી ચૂકી છે ભારત યુવાનો દેશ છે, માટે પૂરતું માનવ બળ તો કંપનીઓને મળી જાય, અધૂરામાં પૂરું કંપનીઓને અહીં જ બજાર પણ મળી જાય છે. ત્યારે ભારતને માત્ર ખૂટે છે તો ઇનોવેશન અને ટેકનોલોજી. જેથી ચીનના મૂડીરોકાણના અને ભારત-ચીનની ઇનોવેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આત્મનિર્ભરતાના શિખરો સર કરી શકે છે.
ચીનની માર્કેટ સિસ્ટમમા હંમેશાથી ઇનોવેશન અને ટેકનોલોજી પાયાનો પથ્થર રહી છે, ચીને આ માટે ખૂબ પ્રોત્સાહનો આપ્યા છે જેથી ચીને પોતાનો બિઝનેસ દુનિયાના છેડા સુધી પાથર્યો છે. ચીન આખા વિશ્વને પોતાના માર્કેટ તરીકે જુએ છે.
વર્તમાન સમયે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સંતુલિત નથી. લદાખમાં ભારતીય અને ચાઇનીઝ સેના વચ્ચે થયેલા સંઘર્ષ બાદ ભારત દ્વારા ચીન તરફની રણનીતિ એકદમ બદલાઈ છે. ચીનના પૈસાની જરૂર ભારતને નથી, અલબત્ત ચીનની ટેકનોલોજી અને ઇનોવેશનના સહારે આત્મનિર્ભરતાને પામી શકવુ શક્ય છે. કોરોના મહામારીએ નિકાસ ક્ષેત્રે ભારત માટે નવા દ્વાર ખોલી કાઢ્યા છે. અત્યાર સુધી ચાલી આવતી આયાત નિકાસમાં આયાત વધુ અને નિકાસ ઓછી હતી. જ્યારે હવે નિકાસ વધી છે અને આયાત ઘટી છે. ફાર્મા અને કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસમાં મોટો છે.
ભારતમાં સ્ટાર્ટઅપ તબક્કાવાર વિકસી રહ્યા છે જેમાં અત્યાર સુધી ચીને મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. ભારતની મોટી કંપનીઓનું રોકાણ સ્ટાર્ટઅપમાં ઓછું રહ્યું છે અલબત્ત હવે ચીનના સ્થાને અમેરિકા અને જાપાન દ્વારા સ્ટાર્ટઅપમાં મોટા પ્રમાણમાં નાણાં રોકવામાં આવ્યા છે. ફેસબૂક જેવી કંપનીઓ હવે ભારતીય સ્ટાર્ટઅપ ઉપર નજર દોડાવી રહી છે. સ્ટાર્ટઅપના વિકાસ માટે સૌથી પાયાની જરૂરિયાત ઇનોવેશન અને ટેકનોલોજી રહી છે. જે ચીન પાસેથી ભારતને મળી શકે છે. મૂડીરોકાણ માટે ભારતે કડક નિયંત્રણ લાડયા બાદ ટેકનોલોજી અને ઇનોવેશન વિકશે તે જરૂરી છે.
ભારત હવે ચીનનો ઉપયોગો ઈન્વેસ્ટમેન્ટમાં નહીં પરંતુ ટેકનોલોજીમાં કરવા માંગે છે. આત્મનિર્ભર બનવા માટે ચીનને બાયકોટ કરવાનું નથી. પરંતુ તેનો ક્યાં કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવાનું છે. આમ પણ વસુદેવ કુટુંબકમની ભાવના ભારતીય સમાજમાં રહી છે માટે ચીન પાસેથી ઇનોવેશન અને ટેકનોલોજી લેવા માટે ભારત ભવિષ્યની રણનીતિ બનાવશે