રિઝર્વ બેંન્કે લક્ષ્મી વિલાસ બેન્ક વિરુઘ્ધ કટેકિટવ એકશનના નિયંત્રણો મુકેલા હોય મર્જરને મંજુરી આપવાનો ઇન્કાર કર્યો
ભારતની જાણીતી બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના મર્જરના પ્રસ્તાવને રીઝવે બેન્કે ફગાવી દીધો છે. લક્ષ્મી વિલાસ બેન્કે કહ્યું કે, આરબીઓ એ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સાથેના મર્જરના પ્રસ્તાવને નકારી દીધો છે. લક્ષ્મી વિલાસ બેન્ક લિમિટેડ એ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે, આરબીઆઇએ ૯ ઓક્ટોબરે પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે લક્ષ્મી વિલાસ બેન્ક સાથે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ અને ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટ લિમિટેડ સાથેના સ્વૈચ્છિક જોડાણ માટેની અરજીને મંજૂરી આપી શકતા નથી.
નોંધનિય છે કે, ગત એપ્રિલમાં લક્ષ્મી વિલાસ બેન્કે મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર પ્રસ્તાવની જાહેરાત હેઠળ લક્ષ્મી વિલાસ બેન્ક સાથે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનું મર્જર કરવામાં આવશે જે નિયમનકારી મંજૂરીને આધિન હશે. ગત મહિને આરબીઆઇએ બેડ લોનનું ઉંચુ સ્તર, જોખમોનું સંચાલન કરવા માટે પુરતી મૂડીનો અભાવ અને સતત બે વર્ષ સુધી એસેટ્સ ઉપરની રિટર્ન નેગેટિવ રહેવાને લીધે લક્ષ્મી વિલાસ બેન્ક વિરુદ્ધ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ એ લક્ષ્મી વિલાસ બેન્કના બોર્ડ વિરુદ્ધ છેતરપીંડિ અને નાણાંની હેરાફેરીનો આરોપ લગાવતા આ પગલું લેવામાં આવ્યું છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સાથેના પ્રસ્તાવિત મર્જર અંગે શંકા ઉપજતા રેગ્યુલેટરી એ આ નિર્ણય લીધો હોવો જોઇએ