વિશ્વની સૌથી લાંબી સુરંગ મનાલી લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઉદ્ઘાટન માટે સંયુક્ત પણે થઈ ચૂકી છે. હિમાચલપ્રદેશના લાહોલ સ્પીત જિલ્લાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રોહતંગમાં સમુદ્રથી ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ ૯ કિ.મી. લાંબી આ અટલ સુરંગનો આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન ઓનલાઈન થશે કે વડાપ્રધાન પોતે આવશે તેની હજુ જાહેરાત થઈ નથી. બે દિવસમાં તેની રણનીતિ નક્કી થઈ જશે. કેમ કે કોરોના કટોકટીના પગલે ઓનલાઈન અથવા તો વડાપ્રધાન પોતે રૂબરૂ આવી ઉદ્ઘાટન કરશે તે નક્કી નથી.
સંરક્ષણની દ્રષ્ટિએ ખુબજ મહત્વની એક એવી અટલ સુરંગનું નિર્માણ ૩૬૦૦ કરોડના ખર્ચે થયું છે. આ સુરંગથી માત્ર મનાલી અને લેહનું અંતર ૪૬ કિ.મી. ઘટી જશે. આટલું જ નહીં લોકોને પણ તેનો ખુબજ ફાયદો થશે. એન્જીનીયરીંગ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક વિશ્ર્વનો અચરજ બનનારી આ ટનલ શિયાળાની ઋતુમાં એક વખત શરૂ થઈ ગયા પછી. હિમાચલપ્રદેશના લેહ-લદ્દાખનો વ્યવહાર બારેમાસ ચાલશે. અત્યાર સુધી અહીં શિયાળામાં ભારે વરસાદના કારણે છ મહિના સુધી વ્યવહાર બંધ રહે છે. ભૌગોલીક સ્થિતિ, હવામાનના પડકારો વચ્ચે ખુબજ મુશ્કેલીમાં કામમાં ૫૮૭ મીટરનું ખોદકામ ૧૫ ઓકટોબર ૨૦૧૭ના રોજ શરૂ થયું હતું. આ સુરંગમાં દરેક ૧૫૦ ફૂટ મીટરે ટેલીફોન બુધ, ૬૦ મીટરે ફાયર સેફટી, ૫૦૦ મીટરે ઈમરજન્સી દરવાજા, એર ક્વોલીટી મોનીટર અને દર ૨૫૦ મીટરે પ્રસારણની વ્યવસ્થા અને અકસ્માતના સંકેતોની મશીનરી અને સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ૧૦.૫ મીટર પહોળી સીંગલ ટયુબ સુરંબ ફાયર પ્રુફ છે. જૂન ૩ ૨૦૦૦ના રોજ અટલ બિહારી બાજપાઈ જ્યારે હતા ત્યારે આ સુરંગનું કામ શરૂ થયું હતું. બાજપાઈને શ્રધ્ધાંજલીના રૂપમાં ૯૫માં જન્મદિવસે આ સુરંગનું નામ તેના નામ સાથે જોડાયું હતું. હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકરેએ ૨૯મી ઓગષ્ટે સ્થળની મુલાકાત લઈ યોજનાની સમીક્ષા કરી હતી.