પહેલા એ પ્રોજેકટ ચીનને મળવાનો હતો, ભારતે આંચકી લીધો
સુરતમાં એલએન્ડટી દ્વારા ચાલી રહી છે કામગીરી: ભારત અમેરિકા જાપાન રશિયા સહિત સાત દેશો બનાવી રહ્યા છે એટોમિક રીએકટર
ફ્રાન્સમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફયુઝન પ્રોજેકટ માટે ભાતર સૌથી મોટુ ફ્રીઝ બનાવી આ ફ્રીઝ પરમાણું પ્રોજેકટનું હૃદય ગણાય છે. આ ફ્રીઝ બનાવવાની કામગીરી સુરતમાં એલએન્ડટી દ્વારા કરવામાં આવી રહી છે. ફ્રાન્સમાં દુનિયાનો સૌથી મોટો પરમાણુ ફયુઝન પ્રોજેકટ બનીરહ્યો છે. જેનામાટે રૂા. દોઢ લાખ કરોડનો ખર્ચ થશે આ પ્રોજેકટમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પરમાણુ પ્રોજેકટનું હૃદય કહેવાય તેવું ક્રાયોસ્ટેટ ભારતે બનાવ્યું છે. આને પરમાણુ સંયંત્રનું ફ્રીઝ પણ કહેવાય છે. કારણ કે એટોમીક ઉર્જાથી નીકળતી ગરમી ફૂલન્ટ વગેરેને ઠંડા રાખે છે.
આ ક્રાયોસ્ટેશને ગુજરાતનાં સુરતમાં એલએન્ડટી દ્વારા બનાવવામાં આવ્યું છે. ક્રાયોસ્ટેટ સ્ટીલની હાઈપ્રેશ વેકયુમ ચેમ્બર હોય છે. જયારે એટોમીક રીએકટર ખૂબજ ગરમી પેદા કરે છે.ત્યારે તેને ઠંડા કરવા માટે એક મોટા રેફ્રીજરેટરની જરૂર પડે છે. આ મોટું ફ્રીઝ એટલે ક્રાયોસ્ટેટ ઈન્ટરનેશનલ થર્મોન્યુકલીયર એકસપેરીમેન્ટલ રીએકટરનો સભ્ય દેશ હોવાથી આ જવાબદારી ભાતે સંભાળી છે. પહેલા આ પ્રોજકેટ ચીનને મળવાનો હતો પણ ભારતે આ પ્રોજેકટ ચીન પાસેથી છીનવી લીધો હતો.
ફ્રાંસમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ સંયંત્રનું કામ જયારે શરૂ થશે ત્યારે તેનું ઉષ્ણતામાન ૧૫ કરોડ ડિગ્રી સેલ્સીયસ થઈ જશે જે સૂર્યના કેન્દ્રની ગરમીથી ૧૦ ગણુ વધારે હશે આ ગરમીને શાંત કરવા માટેક્રાયોસ્ટેટ લગાડવામાં આવે છે.
સંયંત્ર: ક્રાયોસ્ટેટ એટલે કે પરમાણુ સંયંત્રના ફ્રીઝનું કુલ વજન ૩૮૫૦ ટન છે.તેના ૫૦મા અને છેલ્લા ભાગનું વજન જ ૬૫૦ ટન છે. આ ભાગ ૨૯.૪ મીટર પહોળો અને ૨૯ મીટર ઉંચો હોય છે.
એટોમીક રીએકટર ફ્રાંસના કાદાર્શેમાં બની રહ્યું છે. દુનિયાભરમાં લોકડાઉન હતુ ત્યારે પણ ભારતે આ પ્રોજકેટ માટે કામ ચાલુ રાખ્યું હતુ તેના એક પછી એક ભાગ ભારતમાંથી ફ્રાંસ મોકલવામાં આવી રહ્યા છે. બધા ભાગો ભેગા કરી ચેમ્બરનો આકાર અપાશે. ફ્રાંસના કાદાર્શેમાં આખા ક્રાયોસ્ટેટને જોડવા ભારતીય ઈજનેરો માટે અલગ વર્કશોપ પણ બનાવવામાં આવ્યો છે. આ ક્રાયોસ્ટેટના એકબીજા ભાગને જોડીને તેની સુરક્ષાની ચકાસણી પણ કરવામાં આવે છે.
ભારત, અમેરિકા, જાપાન, રશિયા સહિત સાત દેશો સાથે મળીને આ નવો એટોમીક પ્લાંટ બનાવી રહ્યા છે. જેમાં ભારતને ક્રાયોસ્ટેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ક્રાયોસ્ટેટના નીચેના ભાગ ગત વર્ષે જુલાઈમાં મોકલવામાં આવ્યો હતો જયારે આ વર્ષે માર્ચ માસમાં ઉપરના સિલિન્ડરને રવાના કરવામાં આવ્યું હતુ હવે એનું ઢાંકણું મોકલવામાં આવી રહ્યું છે.