શું ભારતમાં કોરોનાના કેસો ૧ કરોડને પાર રહેશે?
દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યા ૩૬ લાખને પાર પહોંચી: મૃત્યુઆંક ૬૫ હજારને પાર
વૈશ્ર્વિક મહામારી કોરોના જે રીતે વિશ્વને હંફાવી રહ્યું છે. તેમાં ભારતમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. હાલ જે રીતે કોરોનાનાં કેસોની સંખ્યા દિન પ્રતીદીન વધી રહી છે. ત્યારે પ્રશ્ન એ છે કે, શું ભારતમાં કોરોનાનાં કેસો ૧ કરોડને પાર રહેશે કે કેમ? હાલ કેસો ભારતમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહ્યા છે. ત્યારે રવિવારનાં રોજ ૮૦ હજાર કેસો સાથે એક જ દિવસમાં સૌથી વધુ કોરોનાનાં કેસોનો રેકોર્ડ ભારતે તોડયો છે. જેથી એ પણ શકયતા સેવાઈ રહી છે કે, કદાચ આજ સ્થિતિ રહી તો દરરોજ ૧ લાખ કેસો થાય તેવી શકયતા પણ છે. દેશ જયારે ૨૫ હજાર કેસો હતા, તેજ હવે ૮૦ હજારને પાર પહોચ્યા છે. જે ખૂબજ ગંભીર મુદદો છે. સાથે મોરટાલીટી રેટમાં પણ વધારો થયો છે. ત્યારે દેશમાં મૃત્યુ આંક ૬૫ હજારનો પાર પહોચ્યો છે.
રવિવારે ભારતમાં વધુ ૮૦૦૯૨ કોરોનાના વિક્રમજનક નવા કેસનો ઉમેરો થયો હતો. ૩૦મી ઓગષ્ટે પૂરા થતા સપ્તાહની ગણતરીએ મહિનો સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જક બન્યો હતો માત્ર નવા કેસ અને મૃત્યુ જ નહિ પરંતુ કેસમાં બે ગણો વધારો થવાની આ વિક્રમજનક પરિસ્થિતિમાં રવિવારે દુનિયામાં ભારત પ્રથમ એવો દેશ બન્યો હતો કે જયાં કોરોના મહામારીના પ્રારંભથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં નવા કેસો ઉમેરવાનો આંક ૮૦ હજારના આંકડાને પાર કરી ચૂકયો હોય.
૮૦ હજારથી વધુનો આંક રવિવારે મળ્યો હતો જયારે નવા કેસો અને સંક્રમણનાં દર્દીઓનો આંકડો જોકે અઠવાડિયાના અન્ય દિવસો કરતા ઓછો આવ્યો હતો કારણ કે સપ્તાહના અંતિમ દિવસોમાં આંકડાઓ જાહેર થયા નહતા.
રવિવાર સૌથી વધુ દર્દીઓનાં આંક પ્રાપ્ત થયો હતો જે અગાઉ ઓગષ્ટ ૯ના રોજ એક દિવસમાં દર્દીઓના ઉમેરાનો ૬૩૮૫૧ના નવા આંકથી ખૂબ વધુ હતો.
અલબત નવા કેસોની વિક્રમજનક સંખ્યાએ વાત ની ચેતવણી ગણી શકાય કે નવા સંક્રમણ અને મૃત્યુઆંક બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અગાઉની સરખામણીમાં આ આંકડાઓ ઘટયા હતા છેલ્લી પરિસ્થિતિએ સતત પાંચ દિવસ સુધી દરરોજના ૭૬ હજાર નવા કેસો નોંધાયા હતા. અગાઉના અઠવાડિયાઓમાં ૪.૭%ના વૃધ્ધિ દરથી અઠવાડિયાનો વૃધ્ધિદર ૧૩.૧ થવા જાય છે. આ આંક મુજબ અઠવાડિયામાં સરેરાશ ૫.૯%થી લઈ ઓગષ્ટની ૩ થી ૯ તારીખ સુધીમાં પ્રથમ અઠવાડીયામાં વૃધ્ધિ પામીને ૧૦.૯% થવા પામ્યો હતો. આજ રીતે સતત ચાર દિવસ સુધી દરરોજનાં ૧૦૦૦થી વધુ મૃત્યુ નોંધાયા હતા. ચાલુ અઠવાડીયાનો મૃત્યુ દર વધીને ૩.૯૨ જે અગાઉના સપ્તાહના ૧.૭%થી ડબલ થી વધુ થવા પામ્યો છે.
રવિવારે દેશમાં સૌથી વધુ નવા કેસોનો ઉછાળા પાછળ મહારાષ્ટ્રમાં સતત બીજો ઉછાળો ૧૬૪૦૮ સંક્રમણ સાથે સતત બીજા દિવસે ૧૬૦૦૦ દર્દીઓની નોંધણીથી આ ઉછાળો નોંધશયો હતો. આ ઉપરાંત અન્ય પાંચ રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોમાં એક દિવસકના સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. જેમાં ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર છ હજારનો આંક વધીને ૬૨૩૩ નવા કેસ ઉમેરાયા હતા. રાજસ્થાનમાં ૧૪૫૦ નવા કેસ મધ્યપ્રદેશમાં ૧૫૫૮ છતીસગઢમાં ૧૪૭૧ અને જમ્મુ કાશ્મીરમાં નવા કેસનો આંકડો ૭૮૬ આવ્યો હતો. રવિવારે ભારતનો મૃત્યુઆંક ૬૫૦૦૦નો આંક સુધી લગોલગ પહોચી ચૂકયો હતો. ૬૪૫૫૦ના મૃત્યુઆંક રાજય સરકારોનાં હવાલાથી મલ્યો હતો. મહારાષ્ટ્રમાં આ મહામારીની સૌથી વધુ ઘાતક અસર થવા પામી હોય તેમ રાજયમાં ૨૯૬ મૃત્યુ સાથે કુલ આંક ૨૪૩૯૯ જે દેશના કુલ મૃત્યુઆંક ૩૮% થવા જાય છે. મહારાષ્ટ્રમાં એક દિવસ અગાઉ જ સૌથી વધુ નવા ૧૬૮૬૭ કેસ એક દિવસમાં નોંધાયા હતા જયારે સામુહિક ધોરણે દેશનો કુલ સંક્રમિત કોરોના દર્દીઓનો આંક રવિવારે ૩૬ લાખના આંકડાને પાર કરી ગયો હતો.રવિવારે દેશમાં ૩૬૧૬૭૩૦ કુલ દર્દીઓની સંખ્યા થવા પામી હતી. સંપૂર્ણ સાજા થઈ ગયેલા દર્દીઓ નો આંક ૨૭૬૭૪૧૨ સક્રિય દર્દીઓનો આંકડો ૮ લાખનાં આંકને લગોલગ ૮૪૭૬૮ થવા પામ્યો હતો. આંધ્રપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત રાજયોમાં બીજા નબરે ૧૦૬૦૩ નવા દર્દીઓનાં આંક સાથે રાજયમાં કુલ દર્દીઓનો આંક ૪૨૪૭૬૭ થવા પામ્યો હતો. જયારે ત્રીજા નંબરે આવનાર તામિલનાડુમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૨૨૦૮૫ થવા પામી છે.