પાક.માં ચિનાબ નદીનો પ્રવાહ ઘટવા માટે પાકે ભારત જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો તેનો ભારતે નકારી જણાવ્યું હતુ કે આવો આક્ષેપ સત્ય નથી. પાક. પોતાના દેશની સ્થિતિ જોવી જોઈએ ભારતના કમિશનર પ્રદીપકુમાર સકસેનાને બુધવારે પાકિસ્તાનના કમિશ્નર સૈયદ મોહમદએ એક પત્ર આપી જણાવ્યું હતુ કે ચેનાબના મહાલા હેડવર્કસ ખાતે ભારતમાંથી પાકમાં જતો પાણીનો ફલો ૩૧૮૫૩ કયુસેકથી ઘટી ઓચિંતો ૧૮૭૦૦ કયુશેક ફૂટ થયો છે. તેમણે સકસેનાને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતુ ઈન્દુ પાણી માટેના કમિશ્નરે પાક. વધુ એક આક્ષેપ કર્યો છે તે પાયા વિહોણો છે અને આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
સકસેનાએ જણાવ્યું હતુ કે ચેનબ અને નવી નદીના છેલ્લા બે પોઈન્ટ ચખનૂર અને સિંધ ખાતેથી પાણીનો પ્રવાહ સતત ચાલુ જ છે અને તેમાં કોઈ બહુ મોટો ઘટાડો થયો નથી અમે પણ પાક. તરફથી તેના દેશમાં તપાસ કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ.
પાણીની સંધી અંગે ભારત પાક. વચ્ચે ૧૯૬૦માં કરાર થયા હતા આ સંધી બાબત વિશે બંને દેશોએ ખાસ કમિશનરની નિમણુંક પણ કરી છે.