ભારતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ સામે સૂર્ય અને જળ ઉર્જાના ઉપયોગનું સૂચન કર્યું

વિશ્વની પર્યાવરણની સ્થિતિ સુધારવાની આવશ્યકતા પર ભાર મૂકનારા વિશ્વના તમામ દેશોમાં ભારત એકમાત્ર દેશ એવો છે કે જેનું લક્ષ્ય સમગ્ર પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સીયંશ જેટલુ નિયંત્રણમાં લેવા માટે શું કરી શકાય તેની એકમાત્ર ચિંતા સાથે જી.૨૦નું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

વિશ્વ અત્યારે પર્યાવરણની વિષમ પરિસ્થિતિ ને લઈને ૧૬૦૦૦ મૃત્યુ અને ૧૪૨ બિલિયન ડોલરના આર્થિક નુકશાનનું દર વર્ષનું ભારણ જી.૨૦ દેશો પર આવી પડયુંં છે. ભારત સહિત જી.૨૦ના દેશોમાં ૧૯૯૮ થી ૨૦૧૭ સુધીના સમયગાળા દરમિયાન મૃત્યુ દર અને આર્થિક નુકશાનનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વૈશ્વિક અહેવાલમાં એવું સ્પષ્ટ પણે સામે આવ્યું છે. કે કુદરતી રીતે વાતાવરણની પ્રતિકુળ અકારો વૈશ્વિક અહેવાલમાં એવૂં સ્પષ્ટ પણે સામે આવ્યું છે કે કુદરતી રીતે વાતાવરણની પ્રતિકુળ અસરો વૈશ્વિક અર્થતંત્ર અને સામાજીક સ્તરે ખૂબજ વ્યાપક પણ દેખાઈ રહી છે. ૨૦૧૯માં હાથ ધરવામાં આવેલા સર્વે અને ગ્રીન રિપોર્ટમાં હવામાન પારદર્શકતા અંગે સોમવાર જારી કરેલા એક અહેવાલમાં માત્ર જી.૨૦ના દેશો જ પૃથ્વીના ૧.૫ ડિગ્રી સેલ્સીયશ તાપમાન વધારા માટે નિમિત બની રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે વિજ્ઞાનિકોએ એવી ચેતવણી જો વિશ્ર્વ સમાજતાપમાન નિયંત્રણ માટેની પોતાની જવાબદારી માટે સજાગ નહિ થાય તો પરિસ્થિતિ વધુને વધુ બગડશે.

વિશ્વના વધતા જતા તાપમાનમાં દોઢ ટકા ૧.૫ડિગ્રી જેટલો ઘટાડો કરવા માટે પગલા લેવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ સંબંધી ૭૦%થી વધુ મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાશે. પાણી, આરોગ્ય અને કૃષિક્ષેત્રને થતા નુકશાનને કાબુમાં લાવી શકાય જી.૨૦ દેશો વિશ્વના ૮૦% વૈશ્ર્વિક તાપમાનના પરિબળો નિયંત્રીત કરી શકયાની ક્ષમતા ધરાવે છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

જી.૨૦ દેશોનાં સમુહ દ્વારા હવામાન નિયંત્રણ અંગેના પગલા સમયસર ભરવામાં આવે તો વિશ્ર્વનું તાપમાન નિયંત્રણનું લક્ષ્ય આસાનીથી પૂરૂ કરી શકાય વડાપ્રધાન નરેન્દ્રમોદીએ અગાઉ સંયુકત રાષ્ટ્રમહાસંઘની પેરિસ ખાતે યોજાયેલી ગ્લોબલ વોર્મિંગની ચિંતા સાથે કલાઈમેટ ચેન્જ પરની પેરિસ ખાતે યોજાયેલી બેઠકમાં ભારતે વિશ્વને ગ્લોબલ વોર્મિંગના કહેરથી બચવા માટે પૃથ્વીના વાતાવાણને ગરમ થતુ અટકાવવામાટે દરેક દેશે દોઢ ડિગ્રી સેલ્સીયશ જેટલુ તાપમાન ઘટાડવા માટે પોતાની જવાબદારી નિભાવવા માટેનું સુચન કર્યું હતુ.

ભારતે વિશ્વ સમાજને ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ માટે વૈકલ્પિક ઉર્જાનું ઉપયોગ કરી કાર્બન એમિશન નિયંત્રણમાં લાવવા માટે સૂર્યઉર્જા અને જળ ઉર્જાના ઉપયોગથી વિજળી ઉત્પાદન કરવાનું સૂચન આપ્યું હતુ ભારત વૈકિલ્પ ઉર્જા માયે મોટાપાયે રોકાણ કરી રહ્યું છે. જયારે બ્રાઝીલ અને જર્મની પણ મોટાપાયે આ દિશામાં આગળ વધી રહ્યું છે. બ્રાઝીલ પુન: ઉર્જાના ઉપયોગમાં ૮૨.૫ જયારે સાઉદી અરબ દક્ષિણ કોરિયા અને દ. આફ્રિકામાં આ પ્રમાણ માત્ર ૦.૫ ટકા છે.જયારે અન્ય દેશોમાં ચીન, ઈન્ડોનેશિયા, રશિયા, સાઉદી અરબ, તુર્કિ, યુરોપીયન સંઘ જેવા દેશોને પણ પેરિસ સમજૂતી મુજબ ગ્લોબલવોર્મિંગમાં પોતાના યોગદાન વધારવા અનુરોધ કરવામા આવે છે.ભારત ૧.૫ટકાનું લક્ષ્ય રાખવામાં સૌથી વધુ પ્રતિબધ્ધ દેશ બન્યો છે. જી.૨૦ દેશોમાં ૧૨૭ બીલીયન ડોલરની જેવીક ઉર્જા માટેની સબસીડી આપવામાં આવી હતી. કલાઈમેટ ચેન્જ માટે વૈકિલ્પક ઉર્જા અનિવાર્ય છે.૨૦૨૦ સુધીમાં આ લક્ષ્ય પૂરૂ કરવું આવશ્યક છે. પેરિસ સમજૂતી મુજબ આગળ વધવું આવશ્યક હોવાનું હવામાન નિષ્ણાંત કોષ્ટારિકાએ જણાવ્યું હતુ ભારત વિશ્વના દેશોને ૧.૫ ડિગ્રી તાપમાન ઘટાડવાનું પોતાના હિસ્સાનું કામ નિષ્ઠાપૂર્વક પૂરૂ કરવા રાહ બતાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.