રોકાણકારો માલામાલ: પાંચ દિવસમાં 7.90 લાખ કરોડની સંપતિમાં વધારો
ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના રોડ મેપ પર જે રીતે મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે તેની સાનુકૂળ અસર શેરબજારમાં અવિરત દેખાઈ રહી છે ,ઉદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસ દર ની સતત પ્રગતિથી મૂડી બજારમાં વિશ્વાસ નું વાવેતર અને તેના ફળ લણવા રોકાણકારો આખો મચીને રોકાણ કરતા થયા છે વિદેશી મૂડી રોકાણ પણ વધ્યું છે ભારત શેરબજારના રોકાણકારો માટે સ્વર્ગ બની રહ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસઈ માં પાંચ દિવસમાં આવેલી તેજીમાં રોકાણકારોની મૂડીમાં 7.90 લાખ કરોડનો અધ્ધ વધારો નોંધાયો છે બીએસઈ 30 શેરોમાં આવેલી તેજીના કારણે 274. પોઇન્ટ ના વધારા સાથે 0.42 ટકા નું વધારો થયો હતો રોકાણકારોની સંપત્તિ 790 235,84 કરોડ વધી હતી પાંચ સેશનમાં સેન્સેક્સ 2500 પોઇન્ટ વધ્યો હતો બજાજ ફાયનાન્સ સૌથી વધુ લાભ કરતા નિવડ્યો હતો 7.17 ટકા ના વધારા સાથે ચાલેલા આ શેર પછી બજાજ ફાઈન સર્વે 5.76% વધ્યો ટેક મહિન્દ્રા સનફારમાં એનટીપીસી ટાઇટન વિપ્રો ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કોટક મહિન્દ્રા બેંક ઇન્ફોસિસ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને આઇટીસી પણ સતત પણે વધતાં રહ્યા હતા
ભારતીય એરટેલ એક્સિસ બેન્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા બેન્ક ટાટા સ્ટીલ અલ્ટ્રાટેક સિમેન્ટ પણ સતત પણે સક્રિય રહ્યા હતા એશિયન માર્કેટમાં સાંઘાઈ અને હોંગકોંગ માં તેજી હતી જ્યારે સિહોલ અને ટોક્યો માં મંદિની સર્કિટો જોવા મળી હતી ભારતીય શેર બજાર રોકાણકારો માટે સ્વર્ગ બન્યું હોય તેમ મૂડી બજાર નું કુલ નેટ વર્થ 298.57 લાખ કરોડ પહોંચ્યું છે આગામી દિવસોમાં હજુ મૂડી બજાર નવા સીમાકન સર કરે તેવું નિષ્ણાતો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે