છેલ્લા છ મહિનામાં ભારતે ચીન સાથે રૂ. ૭૭૪ અબજનો વેપાર કરી અમેરિકાને પણ પાછળ છોડ્યું 

દુબઇ સરકારના નિવેદન અનુસાર, અમીરાતનો ૨૦૨૧નો પ્રથમ અર્ધવાર્ષિકમાં ચીન સાથે ૧૭૪૩.૫૩ અબજ રૂપિયાનો વેપાર થયો છે. ત્યારબાદ ભારત બીજા અને અમેરિકા ત્રીજા સ્થાને છે. ભારતે દુબઇ સાથે રૂ. ૭૭૪ અબજનો વેપાર કર્યો છે.  ચીન સાથેના વેપારમાં વાર્ષિક ધોરણે ૩૦.૭ ટકા વૃદ્ધિ નોંધાવી છે જેનો ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દુબઇ સાથે કુલ વેપાર ૧૩૩૩.૨૯ અબજ રૂપિયા હતો. વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં અમેરિકાએ દુબઈ સાથે ૬૪૩.૫૨ અબજ રૂપિયાનો વેપાર કર્યો, જે વાર્ષિક ધોરણે ૬૩૭.૪૮ અબજ રૂપિયાથી માત્ર ૧ ટકા વધારે છે.

ત્યારબાદ સાઉદી અરેબિયા ૬૧૩.૩૫ અબજ રૂપિયાના વેપાર સાથે ટ્રેડ પાર્ટનરમાં ચોથા ક્રમે છે, ત્યારબાદના ક્રમે ૪૯૮.૭૨ અબજ રૂપિયાના વેપાર સાથે સ્વિત્ઝર્લેન્ડ આવે છે. વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં પાંચ સૌથી મોટા વેપાર ભાગીદારોનો કુલ હિસ્સો વાર્ષિક તુલનાએ ૩૭૨૧.૫૫ અબજ રૂપિયાની સરખામણીમાં ૩૦.૩૪ ટકા વધીને ૪૮૫૦.૭૩ અબજ રૂપિયા થયો છે.

દુબઇના બાહ્ય વેપારમાં કોમોડિટીની યાદીમાં સોનું ૨૭૯૧.૨૬ અબજ રૂપિયા સાથે ટોચ ઉપર રહ્યુ છે, જે દુબઇના કુલ વેપારમાં ૧૯.૨ ટકા હિસ્સેદારી ધરાવે છે.

દુબઇનો બિન-ઓઇલ બાહ્ય વેપાર વર્ષ ૨૦૨૧ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ૩૧ ટકા વધીને ૧૪૫૨૫.૪૫ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો જે ૨૦૨૦માં સમાન સમયગાળામાં ૧૧૦૭૨.૫૬ અબજ રૂપિયા હતો.

વર્ષ ૨૦૨૧ના દુબઇની નિકાસ પ્રથમ છ મહિનામાં વાર્ષિક તુલનાએ ૪૫ ટકા વધીને ૨૨૦૮.૦૭ અબજ રૂપિયા પહોંચી ગઇ છે તો બીજી બાજુ આયાત પણ વાષક ધોરણે ૨૯.૩ ટકાની વૃદ્ધિમાં ૮૨૩૫.૫૪ અબજ રૂપિયા થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.