અગાઉ ભારતીય ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં જીતી ચૂકી છે
ભારત અને કુવૈત વચ્ચે સાફ ચેમ્પિયનશિપ 2023 ની ફાઇનલ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે ટક્કરની મેચ જોવા મળી. હાફ ટાઈમ સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી થયું. તેને સુનીલ છેત્રીના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ આ જીતમેળવી હતી. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીતમેળવી હતી. ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત સાફ ચેમ્પિયનશિપ જીતી છે. આ અગાઉ ભારતીય ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં જીતી ચૂકી છે.
ભારતીય ફુટબોલ ટીમએ સુનીલ છેત્રીના નેતૃત્વમાં ફાઇનલ મેચમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં 5-4થી હરાવ્યું હતું. જીતનો હીરો ગોલકીપર ગુરપ્રીત સંધુ રહ્યો. તેણે પેનલ્ટી બચાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ સાથે ભારત નવમી વખત સાફ ચેમ્પિયનશિપનું વિજેતા બન્યું છે. નિયમિત સમય અને ઈજા અને વધારાના સમયમાં બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. આ પછી મેચ પેનલ્ટીમાં ગઈ જ્યાં ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુ દિવાલ બનીને ઉભો રહ્યો અને જીતનો હીરો બન્યો.
બંને ટીમો પહેલા હાફમાં કરેલા ગોલને આગળ વધારી શકી ન હતી અને ત્યાર બાદ બંને ટીમો વચ્ચેની મેચ એકસ્ટ્રા ટાઇમમાં જતો રહ્યો. આ મેચની શરૂઆતમાં કુવૈતનો દબદબો જોવા મળ્યો હતો. કુવૈતે 14મી મિનિટે સારો દેખાવ કર્યો હતો. તેના વતી અબ્દુલ્લા અલબાલુશીએ ગોલ કર્યો હતો. આ પછી ભારતીય ટીમે કુવૈત પર એટેક કર્યો. ત્યારપછી લલિયાન્ઝુઆલા ચાંગટેએ 39મી મિનિટે ભારતીય ટીમને બરાબરી પર પહોંચાડી દીધી હતી.