ભારત તરફથી સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી, તો વિપક્ષી ટીમ તરફથી 21 વર્ષના યુવા બેટ્સમેન સેમ ફેનિંગે અડધી સદી ફટકારી
ટી20 વિશ્વપને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વપ જીતવા માટે ભારતીય ટીમ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે અને પ્રથમ વોર્મપ મેચમાં ભારતે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને 13 રને માત આપી હતી. આ મેચમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા તરફથી 21 વર્ષના યુવા બેટ્સમેન સેમ ફેનિંગે અડધી સદી ફટકારી હતી અને મેચને રોમાંચક તબક્કામાં.પહોંચાડી દીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત માત્ર 3 રન બનાવી શક્યો હતો. તેની સાથે ઓપનિંગ કરવા આવેલા ઋષભ પંત 9 રન બનાવીને આગળ ગયો હતો. દીપક હુડ્ડા ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. તેણે 14 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી. ભારતે 45 રનના સ્કોર પર 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી.
એટલુંજ નહીં ભારતે પોતાના મિડલઓર્ડરને પણ ખુબજ મજબૂત બનાવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ત્યારે વિશ્વકપમાં મેચમાં ભારતનું મિડલ ઓર્ડર અત્યંત ઉપયોગી નીવડશે. બીજી તરફ મિડલઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સની કમાન સંભાળી હતી. સૂર્યકુમાર 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 35 બોલનો સામનો કર્યો હતો. 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ઝ20 ઈન્ટરનેશનલ રમવા માટે તૈયાર છે. આ સિવાય હાર્દિક પંડ્યાએ 29 અને દિનેશ કાર્તિકે 19 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે પણ 10 રનનું યોગદાન આપ્યું હતું. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી 21 વર્ષના યુવા બેટ્સમેન સેમ ફેનિંગે અડધી સદી ફટકારી હતી. એક સમયે મેચ અત્યંત રોમાંચક તબબકામાં પહોંચી ગયો હતો. ત્યારે ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ, ચહલે 2 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. ટી20 વર્લ્ડ કપ પહેલા એક વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ને 13 રનથી હરાવ્યું હતું. 21 વર્ષના યુવા બેટ્સમેન સેમ ફેનિંગે ભારતીય બોલરો સામે જોરદાર લડત આપી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. મેચમાં પહેલા રમતા ભારતે 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. જોકે, તેની શરૂઆત સારી રહી ન હતી. તેણે 12 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી તેણે મેચમાં શાનદાર વાપસી કરી હતી.
વિશ્વકપ માં સ્થાન મળવું એ ગૌરવની વાત છે: શુભમન ગિલ
વિશ્વકપમાં સ્થાન મેળવવા દરેક ખેલાડીઓ તલપાપડ થતા હોય છે જ્યારે શુભમન ગિલ કે જે ટી ટ્વેન્ટી અને ટેસ્ટમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તે 50 ઓવરના વિશ્વ કપ માટે ભારતીય ટીમ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને સિલેક્ટરો માટેની તે પ્રથમ ચોઈસ પણ બનશે. વર્ષીય ગીલ વન-ડે અને ટેસ્ટમાં ભૂતકૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને આઇપીએલ માં એકલા હાથે તેમને વિજય પણ અપાવ્યો છે છતાં પણ તે હજુ સુધી તેને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સ્થાન મળી શક્યું નથી. આ વાતને ધ્યાને લઇ દિલ દ્વારા સતત જે રીતે પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યો છે તેને જોતા આગામી વર્ષમાં યોજનાના વિશ્વ કપ માટે સિલેક્ટરોના ધ્યાનમાં પ્રથમ ચોઈસ પણ બનશે. આ વાતને ધ્યાને લઈ શુભ મન ગિલે જણાવ્યું હતું કે તેના માટે કોઈ પણ વિશ્વ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત છે અને આગામી સમય ખૂબ જ સારો અને હકારાત્મક પણ બની રહેશે. શુભમન ગીલે પોતાની આક્રમક રમતને સિલેક્ટરો સુધી જે રીતે પહોંચાડી છે તેનાથી તેને આવનારા વિશ્વ કપમાં ખરા અર્થમાં ફાયદો મળે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
ઓસ્ટ્રેલિયાની લાંબી બાઉન્ડરી ભારતીય બોલરો માટે આશિર્વાદ સમાન: આર.અશ્વિન
ટી20 વિશ્વ કપમાં ભારતીય બોલરો માટે કપરા ચડાણ થશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે રવિશ્ચંદ્રના શ્રી ને એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની લાંબી બાઉન્ડ્રી ભારતીય બોલરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ત્યારે બજ્ઞહયજ્ઞિ લેન્થ ઉપર બોલ નાખે છે તેનો મદાર બોલરો પર રહેશે પરંતુ ભારતની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં લાંબી બાઉન્ડ્રી હોવાના કારણે ભારતીય બોલરોને ઘણો એવો ફાયદો મળશે. કુછ નહી ભારતીય ટીમ હાલ પોતાની ડેથ બોલિંગ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કારણ કે છેલ્લી ઓવરોમાં ભારતીય બોલરો ખૂબ જ ખર્ચાળ સાબિત થયા છે અને ખૂબ વધુ રન છેલ્લી ત્રણથી ચાર ઓવરમાં જ આપી દે છે જેનાથી મેચનું પરિણામ ઊલટું પણ આવતું હોય છે. વિનય ભારતની બોલિંગ સ્ટ્રેંથના પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે બોલરો બાઉન્સ બોલ ફેકવામાં અન્ય ટીમની હરીફમાં આગળ રહેશે.