હવે આજે ધાના સાથે રોમાંચક મુકાબલો થશે
મકાઉને હરાવી ભારત વર્લ્ડ કપ માટે કવોલીફાય થયું છે. આજે ધાના સાથે રોમાંચક મુકાબલો છે. ભારતે મકાઉને ફિકા અન્ડર-૧૭માં ૪-૧ થી હરાવ્યું હતું. ભારતીય ટીમનો સ્કિપર સુનીલ છેત્રીએ મેચ શ‚ થયાની ૨૮ મિનિટે જ ગોલ ફટકારીને મકાઉની ટીમને ટેન્શનમાં નાખી દીધી હતી. સામા છેડે ભારતીય ટીમના ખેલાડીઓનો જુસ્સો વધી ગયો હતો.
મકાઉના ખેલાડીઓનું પ્રદર્શન ડીફેન્સીવ રહ્યું હતું. તેમણે મેચની છેક ૭૦મી મિનિટે માત્ર ૧ ગોલ કર્યો હતો. તેની સામે ભારતીય ટીમે કુલ ૪ ગોલ ફટકાર્યા હતા.
મકાઉને હરાવીને ભારત વર્લ્ડ કપ માટે કવોલીફાય થઈ ગયું છે. હવે આજે દક્ષિણ આફ્રિકન દેશ ધાના સાથે ભારતનો રોમાંચક મુકાબલો થશે. અહીં જવાહરલાલ નહેરુ સ્ટેડીયમ ખાતે ભારત અને ધાનાની ટીમો આજે ટકરાશે.
ભારતના ખેલાડીઓ ધીરજ સિંઘ, પ્રભુ શુકન ગિલ, સનિ ધાલિવાલ, રાજેશ જાદવ વગેરે પર વધુ દારોમદાર છે. આ તમામ ખેલાડીઓ સ્ટ્રાઈકર પણ છે અને ડીફેન્સીવ પણ રમે છે. ધાનાની ટીમમાં પાસ્કલ કઝાડી, ડોમિનિક ઓડોન્ગો, એરિક કબાસેલા, એમાન્યુલ ડાન્સો વિગેરે ખેલાડીઓ ભારતને ભરી પીવા સજજ છે.