આઈસીસી મહિલા વર્લ્ડકપ ટી-૨૦ ટૂર્નામેન્ટની ૯મી નવેમ્બરથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ૨૫ નવેમ્બરના રોજ એન્ટીગુઆના વીવીએન રીચર્ડ સ્ટેડિયમ ખાતે યોજાશે. ટી-૨૦ વર્લ્ડકપના ટૂર્નામેન્ટમાં વુમન મહિલા ટીમે પાકિસ્તાનને રવિવારે સાત વિકેટથી હરાવ્યું હતું.
જેમાં મિથાલી રાજના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને જીત તરફ કુચ મળી હતી.ટીમ ઈન્ડિયાને ૧૩૪ રનનો ટાર્ગેટ પાર કર્યો હતો.તેથી સેમીફાઈનલ તરફ ભારતની લીડમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયામાંથી મિથાલી રાજ અને સ્મૃતિ મંધાનાની ભાગીદારીથી ૯ વિકેટમાં ૭૩ રન બનાવ્યા હતા તો ૧૮ વર્ષીય જેમીમાહ રોડરીગે અર્ધ સતક બનાવ્યું હતું.