રોહિત-ધવનની જોડી ભારતની બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી બની
એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ટકકરમાં ભારતે પાકિસ્તાનને ૯ વિકેટે કચડી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે ૨૩૮ રનના ટાર્ગેટને ૩૯.૩ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી આસાનીથી પાર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ૧૧૧ રન બનાવ્યા જયારે શિખર ધવને ૧૧૪ રનની ઈનીંગ રમી હતી.
બંને વચ્ચે ૨૧૦ રનની ભાગીદારી હતી. અગાઉ પાકિસ્તાન ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં શોએલ મલિકના ૭૮ રનની મદદથી પાકિસ્તાને ૭ વિકેટે ૨૩૭ રન બનાવ્યા હતા. મલિક સિવાય કોઈ પાકિસ્તાની બેટસમેનનું સારું પ્રદર્શન રહ્યું ન હતું. ભારત તરફથી બુમરાહ, ચહલ અને યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી ત્યારે ધવને ૯૫ બોલમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે કરિયરની ૧૫મી સદી ફટકારી હતી.
વન-ડેમાં શિખર ધવનની જોડી સફળ રહી હતી. જયારે પાકિસ્તાને ભારતને ૨૩૮ રનનો ટાર્ગેટ આપ્યો ત્યારે તેને મજબુત પાર્ટનરશીપની જરૂર હતી. આ ૧૩મી તક હતી જયારે આ જોડીએ પહેલી વિકેટ માટે ૧૦૦ અથવા તેનાથી વધારે રનની પાર્ટનરશીપ કરી હતી.
આ સાથે જ તેમણે પહેલી વિકેટ માટે સૌથી વધુ વખત ૧૦૦ રનની પાર્ટનરશીપ કરવા મામલે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધા હતા. આ દિગ્ગજ ઓપનીંગ જોડીએ ૧૨મી વખત ૧૦૦થી વધુ રન કર્યા હતા. સહેવાગ અને સચિને ૭૩ ઈનિંગમાં ૪૨.૧૩ની ઓવરથી ૩૯૧૯ રન બનાવ્યા હતા. તેથી રોહિત-ધવનની જોડી હવે ભારતની બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી બની છે.
રોહિતે ૭ હજાર રન બનાવી વનડેમાં ડંકો વગાડયોભારતીય સ્કીપર રોહિત શર્મા ઓડિઆઈમાં ૭૦૦૦ રન બનાવનારો ૯મો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, સૌરગ ગાંગુલી, રાહુલ દ્રવિડ, એમ.એસ.ધોની, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહદીન, યુવરાજસિંહ અને વિરેન્દ્ર સહેવાગ આ રેકોર્ડ બનાવી ચુકયા છે. એશિયા કપમાં ૫૨,૮૩ અને ૧૧૧ની સિકવન્સ સાથે રોહિત સફળ ખેલાડી રહ્યો હતો.