ભારતની આક્રમક બોલીંગ સામે ૭૦ રનમાં ઓલઆઉટ થયું આયરલેન્ડ
ભારતે બીજી ટી.૨૦માં આયલેન્ડને ૧૪૩ હરાવ્યું હતુ ભારતે જીત માટે આર્યલેન્ડને ૨૧૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો આર્યલેન્ડની ટીમ ૧૨.૩ ઓવરમાં ૭૦રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી આર્યલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતે પહેલા બેટીંગ કરતા ૨૦ ઓવરમા ૪ વિકેટે જ ૨૧૩ રન બનાવ્યા હતા. ઓપનિંગમાં રમવા આવેલા ભારતીય કેપ્ટન કોહલીએ માત્ર ૯ રન બનાવી તે આઉટ થયો હતો.
જોકે લોકેશ રાહુલે ૩૬ બોલમાં ૭૦ અને સુરેશ રૈનાએ ૪૫ બોલમાં ૬૦ રન એ બાજી મારી હતી. ભારતે ૪ વિકેટ ગુમાવીને ૨૧૩ રન બનાવ્યા હતા જવાબમાં આર્યલેન્ડની ટીમ ભારતની આક્રમક બોલિંગ સામે ટકી શકી ન હતી. અને ભારત તરફથી કૂલદીપ યાદવ અને ચહલે ૩-૩ વિકેટ લીધી હતીને ટી.૨૦માં ભારતની દાવેદારી મજબુત કરી હતી.