૨૯ રને વિજય મેળવ્યા બાદ વિરાટની સાથે ભુવનેશ્વર કુમાર પણ મેદાનમાં છવાયો
કેપ્ટન વિરાટ કોહલીની સદી અને ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ સામે ભારતે ક્વીંસ પાર્ક ઓવલ મેદાન પર રમાયેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, આ પછી ગઈકાલે રમાયેલી બીજી વનડેમાં ભારતે ૫૯ રનથી જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગનો નિર્ણય કરીને ૨૮૦ રનનું લક્ષ્ય આપ્યું, પણ વિન્ડિઝની ઈનિંગમાં ૧૨.૫ ઓવરમાં આવેલા વરસાદના કારણે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ટીમે ૪૬ ઓવરમાં ૨૭૦ રનનું મળ્યું, પણ વિન્ડિઝની ટીમ ૪૨ ઓવરમાં ૨૧૦ રનમાં તંબૂ ભેગી થઈ ગઈ. ભુવનેશ્વર કુમારે ૮ ઓવરમાં ૩૧ રન આવીને ૪ વિકેટ લીધી. ૧૨૦ રનની ઈનિંગ્સ રમનારા વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો. યજમાન ટીમની શરુઆત ધીમી રહી.
નવમા ઓવરના ત્રીજા બોલ પર ૪૫ રન હતા ત્યારે ગ્રિસ ગેલ ૧૧ રનના સ્કોર પર ભુવનેશ્વરનો શિકાર બન્યો. ગેલ અહીં એક રેકોર્ડ તેના નામે કરી લીધો. ગેલે આ મેચમાં વનડેમાં પોતાના દેશમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો અને બ્રાયન લારાને પાછળ છોડી દીધો. ગેલ પછી શાઈ હોપ માત્ર ૬ કરીને ખલીલ અહેમદનો શિકાર બન્યો. આ પછી લુઈસે ૬૫ રન બનાવ્યા બાકી ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સૌથી રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. રવિવારે પોર્ટ ઑફ સ્પેનમાં તેણે સીરિઝની બીજી વન-ડેમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ ઉપરાંત તે સૌથી વધુ વન-ડે રન બનાવવા બાબતે સૌરવ ગાંગુલીથી આગળ નીકળી ગયો. તે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સચિન બાદ બીજા સ્થાને આવી ગયો. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પાકિસ્તાનના મિયાંદાદે ૬૪ મેચની ૬૪ ઈનિંગ્સમાં ૩૩.૮૫ સરેરાશથી ૧૯૩૦ રન બનાવ્યા હતા. આમાં એક સદી અને ૧૨ અર્ધ સદીઓ શામેલ છે.
મિયાંદાદે વિન્ડીઝ વિરુદ્ધ પોતાની છેલ્લી વન-ડે ૧૯૯૩માં રમી હતી. બીજી તરફ, આ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટના નામે ૩૩ ઈનિંગ્સમાં ૭૦.૮૧ની સરેરાશથી ૧૯૧૨ રન હતા. તેણે વન-ડેમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સૌથી વધુ ૭ સદી અને ૧૦ અર્ધસદી બનાવી છે.વિન્ડીઝ વિરુદ્ધ સૌથી વધુ વન-ડે રનની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાનો માર્ક વો (૧૭૦૮) ત્રીજા સ્થાને આવે છે. ત્યારબાદ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઑલરાઉન્ડર જેક્સ કાલિસ(૧૬૮૮)નો નંબર છે. પાકિસ્તાનનો રમીઝ રાઝા (૧૬૨૪) ૫મા સ્થાને છે. ભારતીયોની વાત કરીએ તો વિરાટ બાદ સચિનનો નંબર આવે છે. તેણે ૩૯ ઈનિંગ્સમાં ૧૫૭૩ રન બનાવ્યા છે, જ્યારે રાહુલ દ્રવિડના નામે ૩૮ ઈનિંગ્સમાં ૧૩૪૮ રન છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સૌથી વધુ સેન્ચુરીની વાત કરીએ તો વિરાટ નંબર ૧ પર છે. તેણે આ મેચ સાથે કુલ ૮ સદી ફટકારી છે, જ્યારે સાઉથ આફ્રિકાના હાશિમ અમલા-એબી ડિ વિલિયર્સ અને હર્શેલ ગિબ્સ સંયુક્ત રીતે ૫-૫ સેન્ચુરી સાથે બીજા સ્થાને છે.