નોટિંઘમમાં 11 વર્ષ પહેલા ભારતને મળી હતી જીત
ટ્રેન્ટ બ્રિજ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું. ભારતે 11 વર્ષ પછી નોટિંઘમમાં જીત મેળવી છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 104 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઇ ગયું. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે મેચ પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 102 ઓવરમાં 311 રન કર્યા હતા. ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 521 રનનું ખૂબ મોટું લક્ષ્યાંક આપ્યું હતું.
#INDvsENG: India wins the third Test match by 203 runs pic.twitter.com/dh4nCWgkjT
— ANI (@ANI) August 22, 2018
ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલર-સ્ટોક્સે 346 બોલમાં 169 રનની ભાગીદારી કરી. બટલરને આઉટ કરીને જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી. તે બીજી ઇનિંગમાં 5 અને મેચમાં કુલ 7 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે.
ભારત જો આ મેચ જીતી જશે તો નોટિંઘમમાં તેને 11 વર્ષ પછી જીત મળશે. આ પહેલા 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં 7 વિકેટથી જીત નોંધાવી હતી. ત્યારબાદ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં હાર મળી હતી. ગયા વખતે 2014માં મેચ ડ્રૉ રહી હતી. ત્યારે ધોની જ કેપ્ટન હતો.